જામનગરના મોટીખાવડી વિસ્તારમાં મેઘપર પડાણા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 10 કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે અને કુલ રૂ. 5.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ઉત્તર પ્રદેશથી ગાંજાનો જથ્થો મંગાવી મોટીખાવડીની ગુપ્તા કોલોનીમાં આવેલા મકાનમાં વેચાણ માટે રાખ્યો હતો.
આ ઘટનામાં પોલીસે મોટીખાવડી સીમ, એલેન્ટો હોટલ પાછળ રહેતા મુકેશ કુમાર પ્રેમચંદ મીશ્રા અને લખીમપુર ખીરીના હફીજખાન ફૈજુલ્લા ખાનની ધરપકડ કરી છે, જ્યારે સુલતાનપુરનો વિજયશંકર પાંડે ફરાર થઈ ગયો છે.
પોલીસે આ મામલે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.