ખંભાળીયા નગરપાલિકાએ ૧૫૦થી વધુ મહિલાઓ પહોંચી, ધરણાની ચિમકી
ખંભાળીયા નગરપાલિકાએ ૧૫૦થી વધુ મહિલાઓ પહોંચી, ધરણાની ચિમકી
November 02, 2026 12:31 PM
ખંભાળીયા નગરપાલિકાએ ૧૫૦થી વધુ મહિલાઓ પહોંચી, ધરણાની ચિમકી
વોર્ડ નં.૯માં ૧ માસથી પાણીનું વિતરણ ન થતાં હોબાળો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં નગરપાલિકા વિસ્તાર વોર્ડ-૯માં એક માસથી પાણી ના આવતું હોય થાકેલી મહિલાઓએ વિશાળ સંખ્યામાં પાલિકા કચેરીએ હલ્લો બોલ કર્યો હતો.
દોઢસોથી બસ્સો જેટલી મહિલાઓ પાણી આપો... પાણી આપો...ના નારા પોકારતી પાલિકા કચેરીએ પહોંચી હતી તથા તેમની શિરદર્દ સમી સમસ્યાઓ રજૂ કરી હતી. વોર્ડ નં-૯નો મોટાભાગનો વિસ્તાર પાલિકામાં નવા ભળેલા વિસ્તારોમાંથી ભળેલો નવો બન્યો છે. જેમાં પીવાના પાણીની વ્યવસ્થા જ નથી. સાથે અનેક વિસ્તારોમાં એક એક માસથી પાણીની કઈ વ્યવસ્થા ના થવાથી થાકેલી મહિલાઓએ નગરપાલિકા કચેરીએ હલ્લો બોલાવતા કચેરીમાં મહિલાઓ છવાઈ ગઈ હતી.
નગરપાલિકા તંત્ર દ્વારા મહિલાઓને સાંજ સુધીમાં યોગ્ય થશે તેમ જણાવ્યું હતું પરંતુ મહિલાઓ વિફરેલી હોય જો પાણી નહિ આવે તો દરરોજ ૧૦૦થી ૨૦૦ મહિલાઓ પાલિકા કચેરીએ જ્યાં સુધી પાણી નહિ મળે ત્યાં સુધી રોજ આવશે તથા બેડા લઈને ધરણા પર ઉતરવા પણ ચીમકી આપવામાં આવી હતી.
પાણી જેવા ગંભીર પ્રશ્ને આવી રીતે પાલિકા દ્વારા કઈ ના થતું હોવાના આક્ષેપ સાથે મહિલાઓ દ્વારા ધરણા આંદોલનની પણ ચીમકી આપવામાં આવી હતી.પાલિકા કચેરીએ દોડી ગયેલી મહિલાઓએ પાણી પ્રશ્ને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.