BREAKING NEWS

જામનગર : ખરેડી ગામમાં માતા-પુત્રીને માર માર્યાની બે સામે ફરીયાદ

  • November 10, 2025 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કાલાવડના ખરેડીમાં માતા-પુત્રીને માર માર્યાની ગામમાં રહેતા બે શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે, જયારે બાલંભડી ગામમાં શેઢે ખડ નાખવા બાબતે વૃઘ્ધ મહિલાને પાવડા વડે માર માર્યો હતો અને ધમકી દીધી હતી જે અંગે એક શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે.


કાલાવડના ખરેડી ગામમાં રહેતી ૪૫ વર્ષની મહિલાએ ગત તા. ૮ના રોજ ગ્રામ્ય પોલીસમાં ખરેડી ગામમાં રહેતા સાહીલ પ્રવિણ ચંદ્રપાલ અને જતીન શીવા ચંદ્રપાલ નામના બે શખ્સો સામે ફરીયાદ નોંધાવી હતી.


આરોપી જતીનના ભાઇ નિકુંજ સાથે ફરીયાદીના દિકરાને મિત્રતાના સબંધ હોય જેથી નીકુંજ અવાર નવાર ફરીયાદીના ઘરે આવતો હતો અને ખાનગીમાં ફરીયાદીની પુત્રીને સબંધ રાખવા દબાવતો હોય આ વતની ફરીયાદી અને તેના ઘરના સભ્યોને જાણ થતા નિકુંજને ઠપકો આપી ઘરે નહી આવવાનું કહયુ હતું. 


દરમ્યાન ગત તા. ૩ના સમય દરમ્યાન બંને આરોપીઓએ લોખંડના ચોરસ પાઇપ વડે ફરીયાદી અને તેની પુત્રીને ઘા ઝીંકી ઇજા પહોચાડી હતી તેમજ ફરીયાદીના ઘરમાં છુટા પથ્થરોના ઘા કર્યા હતા, આ ફરીયાદના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.


અન્ય એક બનાવમાં કાલાવડના બાલંભડી પ્લોટ વિસ્તારમાં રહેતી વિજયાબેન નાગજીભાઇ સુતરીયા (ઉ.વ.૬૦) નામના મહિલાએ ટાઉન પોલીસમાં બાલંભડી ગામના ધીરૂ આંબાભાઇ સુતરીયાની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.


ફરીયાદી મહિલા તેઓના શેઢે ખડ નાખવા માટે ગયા હતા ત્યારે આરોપી ધીરૂ હાજર હોય અને આ શેઢો તમારો નથી ખડ નાખતા નહી તેમ કહી ફરીયાદીને અપશબ્દો બોલ્યા હતા અને આરોપીએ પાવડાનો એક ઘા ફરીયાદી મહિલાને વાંસા અને સાથળના ભાગે ઝીંકી મુંઢ ઇજા પહોચાડી હવે અહી આવીશ તો મારી નાખીશ તેવી ધમકી દીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application