દ્વારકાના કુરંગા તથા ઓખા મઢી ફિલ્ડ ફાયરીંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ
દ્વારકાના કુરંગા તથા ઓખા મઢી ફિલ્ડ ફાયરીંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ
June 13, 2026 01:04 PM
દ્વારકાના કુરંગા તથા ઓખા મઢી ફિલ્ડ ફાયરીંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ
દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખામઢી મુકામે આગામી તારીખ ૮ ઓગસ્ટ સુધી ફાયરીંગ પ્રેક્ટીસ યોજાનાર હોવાથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી, ફાયરીંગ બટ વિસ્તારમાં જાહેર જનતાને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેર જનતાની સલામતી માટે તેમના પ્રવેશને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ વધુમાં જણાવાયું છે.