ભણગોર ગામના વાડી વિસ્તારમાં રાત્રિ દરમિયાન એક ધણખૂટ ૬૦ ફૂટ ઊંડા અવાવરું કૂવામાં ખાબક્યો હતો. સવારે જાણ થતાં વાડી માલિકે લાલપુર સ્થિત શ્રી વછરાજ ગૌશાળા અને ભાણવડના એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ નો સંપર્ક કર્યો હતો. કૂવામાં પડેલ નંદી અત્યંત ભયભીત અને આક્રમક હોવા છતાં, બંને સંસ્થાઓના ગૌસેવકોએ જીવના જોખમે કૂવામાં ઊતરીને સાહસિક કામગીરી હાથ ધરી હતી. સતત ૪ થી ૫ કલાકની ભારે મથામણ બાદ ધણખૂટને સુરક્ષિત રીતે બાંધી, એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટની અત્યાધુનિક હાઇડ્રોલિક એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા બહાર કાઢી નવજીવન આપવામાં આવ્યું હતું. બંને સંસ્થાના ગૌસેવકોની આ સરાહનીય કામગીરીને ગ્રામજનોએ મુક્ત મને બિરદાવી હતી.