જામનગર જિલ્લાની તમામ અદાલતોમાં તા.૧૪ માર્ચના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન
નામદાર ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદનાં આદેશ અનુસાર જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા તા.૧૪-૦૩-૨૦૨૬ નાં રોજ નેશનલ લોક અદાલત યોજવામાં આવશે.
જામનગર જિલ્લાની તમામ કોર્ટમાં ફોજદારી સમાધાનપાત્ર કેસ, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ કલમ ૧૩૮ મુજબના ચેકનાં કેસ, બેંક રીકવરી દાવા, એમ.એ. સી. પી. નાં કેસ, લેબર તકરારના કેસ, લગ્ન વિષયક તકરારના કેસ, વીજળી અને પાણી બિલ ( સમાધાન પાત્ર ન હોય તે સિવાયના) કેસ, કૌટુંબિક તકરારના કેસ, જમીન સંપાદનના કેસ, સર્વિસ મેટરના પે અને એલાઉન્સીસ અને નિવૃતિના લાભના કેસ, રેવન્યુ કેસ ( ડીસ્ટીકટ કોર્ટ અને હાઈકોર્ટમાં પેન્ડીંગ હોય તે જ, અન્ય સીવીલ કેસ (ભાડુઆત, સુખાધિકાર હકક, મનાઈ હુકમના દાવા, વગેરેના કેસો માટેની નેશનલ લોક અદાલતનું તા. ૧૪-૦૩-૨૦૨૬ નાં રોજ નાલ્સાના એકશન પ્લાન મુજબ આયોજન કરેલ છે.
જામનગર જિલ્લાની જાહેર જનતા તથા પક્ષકારો તેઓના ઉપરોકત જણાવેલ પેન્ડીંગ કેસોમાં સમાધાનથી તકરારનું નિરાકરણ કરવા, તેઓના વિ.વકીલશ્રી મારફતે જે તે કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તે કોર્ટને કેસ લોક અદાલતમાં મુકવા સંપર્ક કરી શકશે. લોક અદાલત તકરારના સમાધાન માટે એક સુખદ નિવારણમાં ફોરમ છે. જેમાં પક્ષકાર સમાધાનથી કેસનો નિકાલ લાવી શકે છે અને તેનાથી પક્ષકારને ઝડપી ન્યાય મળી શકે છે. વધુમાં લોક અદાલતના માઘ્યમથી કેસમાં સમાધાન કરવાથી લોકોને આર્થિક નુકશાની અને સમયની બચત થાય છે. લોક અદાલત અંગે કોઈપણ માહિતી મેળવવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જામનગરનો ફોન નં. ૦૨૮૮-૨૫૫૦૧૦૬ ઉપર સંપર્ક કરવો તેમજ દરેક જિલ્લા/તાલુકા કક્ષાની કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તો જે તે જિલ્લા/તાલુકા કોર્ટનો સંપર્ક કરવા જિલ્લા કાનૂની સેવા સતામંડળના સચિવશ્રી, સીનીયર સિવિલ જજની યાદીમાં જણાવવામાં આવ્યું છે....