નેપાળ પુર દુર્ઘટનામાં ગુમ થયેલ જામનગર જિલ્લાની વ્યક્તિઓના ડી.એન.એ. મેચીંગ અંગે જાહેર કરાયેલી માર્ગદર્શિકા
નેપાળ પુર દુર્ઘટનામાં ગુમ થયેલ જામનગર જિલ્લાની વ્યક્તિઓના ડી.એન.એ. મેચીંગ અંગે જાહેર કરાયેલી માર્ગદર્શિકા
October 07, 2026 10:49 AM
નેપાળ પુર દુર્ઘટનામાં ગુમ થયેલ જામનગર જિલ્લાની વ્યક્તિઓના ડી.એન.એ. મેચીંગ અંગે જાહેર કરાયેલી માર્ગદર્શિકા
તાજેતરમાં નેપાળમાં આવેલા પુર બાદ ગુમ થયેલા ભારતીય નાગરિકોના પ્રથમ ડિગ્રીના જૈવિક સંબંધીઓ જેવા કે માતા-પિતા, ભાઈ-બહેન તથા સંતાનો માટે વિદેશ મંત્રાલય દ્વારા ડી.એન.એ. મેચિંગની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
મૃતકોની ઓળખ, સ્વજનોની વિગતો અને ફોટોગ્રાફસ htpps://udb.nepalpolice.gov.np/disaster?&count=418&page=1 પર જોઇ શકાશે.
ઓળખ ન થઇ શકી હોય અથવા અસ્થાયી દફનવિધિ કરેલ હોય તેવા કિસ્સામાં સંબંધીઓએ તેમના DNA પ્રોફાઇલ dnacodis@nepalpolice.gov.np પર તથા નકલ (CC) eoikathmandufloodsupport@gmail.com પર મોકલવાની રહેશે. આ માટે CFL, SFSL કે NFSU ની સેવા મેળવી શકાશે.
હેલ્પલાઇન નંબરો +977 9841616095, +977 9851316807, +977 9709107500 +9779810326117 પરથી પણ આ અંગેની માહિતી મેળવી શકાશે.
જામનગર જિલ્લાના અસરગ્રસ્ત પરિવારજનોને ઉપર મુજબની પ્રક્રિયા હાથ ધરવા તથા વધુ માહિતી માટે જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ ખાતે ફોન નંબર 0288 2553404 પર સંપર્ક કરવા જામનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના મામલતદારની યાદીમાં જણાવ્યું છે