જામનગરના મયુરવાટિકા વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં રહેતી એક નેપાળી યુવતિએ માનસિક બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
મૂળ નેપાળના રહેવાસી અને હાલ મયુરવાટિકા વિસ્તાર પાસે ઝૂંપડામાં રહેતા શારદાબેન તેજસભાઇ ઠાપા (ઉ.વ.૩૫) નામની નેપાળી યુવતી છેલ્લા બે-ત્રણ મહિનાથી માનસિક બિમારીથી પીડાતા હતા. બિમારીના કારણે પરેશાન થઈ તેમણે ઝૂંપડામાં લાકડાના હાથા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગે સીટી-સી ડિવિઝન પોલીસમાં ચોકીદાર તેજસ ચંદ્રેશભાઇ દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.