જામનગર : ધ્રોલમાં કરોડોના ખર્ચે બનેલી નવી હોસ્પિટલ લોકાર્પણ બાદ પણ શોભાના ગાંઠિયા સમાન
જામનગર જિલ્લાના ધ્રોલ મુકામે જનતાની સુખાકારી માટે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી ૭૧ બેડની અત્યાધુનિક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પરંતુ આ લોકાર્પણ માત્ર ’શોભાના ગાંઠિયા’ સમાન સાબિત થઈ રહ્યું છે, કારણ કે હોસ્પિટલમાં મહત્વના ડોક્ટરો અને સ્ટાફની જગ્યાઓ ખાલી હોવાને કારણે પ્રજા આરોગ્ય સેવાઓથી વંચિત રહેવાની સ્થિતિ સર્જાઈ છે. આમ આદમી પાર્ટીના જામનગર જિલ્લા પ્રમુખ વશરામભાઈ એન. રાઠોડે આ બાબતે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે સરકાર દ્વારા પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરોને કમાણી અપાવવા માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરીને ભવ્ય ઇમારત તો ઊભી કરી દેવામાં આવી છે, પરંતુ દર્દીઓની સારવાર કરનાર મુખ્ય ડોક્ટરો અને સ્ટાફની ભરતી કરવામાં સરકાર સદંતર નિષ્ફળ રહી છે.
હોસ્પિટલમાં મોટા પાયે મહત્વની જગ્યાઓ ખાલી હોવાના કારણે ધ્રોવ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આજે પણ ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓથી વંચિત રહેવા મજબૂર બનશે. હાલની સ્થિતિ મુજબ હોસ્પિટલમાં મોટાભાગનો સ્ટાફ ૧૧ મહિનાના કરાર આધારિત ભરેલો છે અને તેમાં પણ મોટાભાગનો સ્ટાફ સીએચસી ધ્રોવનો છે, જ્યારે અમુક ડોક્ટરોની નિમણૂક કામગીરી ફેરફારમાં ડો. દીનદયાળ ઉપા’ખ/ાય મેડિકલ હોસ્પિટલ ખાતે સ્ટાફર કરેલ છે. આ નવી હોસ્પિટલમાં હાલમાં સર્જનની ૧, બાળકોના ડોક્ટર (પીડિયાટ્રિશિયન)ની ૧, સ્ત્રી રોગના ડોક્ટર (ગાયનેકોલોજિસ્ટ)ની ૧, મેડિસિન ફિઝ?૬યિનની ૧, મેડિકલ ઓફિસરની ૩ અને નર્સિંગ સ્ટાફની ૨૦ થી વધારે મહત્વની જગ્યાઓ ખાલી પડી છે.
આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઈએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરો અને પૂરતો નર્સિંગ સ્ટાફ જ હાજર ન હોય, તો આ ભવ્ય બિલ્ડિંગનો ગામ લોકોને શું ફાયદો? ડિલિવરી માટે ગર્ભવતી મહિલાઓએ, ઇમરજન્સી ઓપરેશન માટે દર્દીઓએ કે બીમાર બાળકોને લઈને આજે પણ લોકોએ જામનગર કે રાજકોટ સુધી લાંબા થવું પડશે. માત્ર વાહવાહી લૂંટવા માટે લોકાર્પણ કરી દેવાથી પ્રજાના પ્રશ્નો હલ થતા નથી. જો તાત્કાલિક ધોરણે આ ખાલી જગ્યાઓ ભરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી પ્રજાના હિત માટે ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.