BREAKING NEWS

ગુજરાત પોલીસ દ્વારા 'નો ડ્રગ્સ કેમ્પેઇન' અંતર્ગત એનજીઓ સંસ્થા સાથે યોજાયેલી સાયકલ રેલીનું જામનગરમાં પોલીસ વિભાગ દ્વારા સ્વાગત કરાયું

  • January 16, 2026 11:40 AM 

ગુજરાત પોલીસ દ્વારા 'નો ડ્રગ્સ કેમ્પેઇન' અંતર્ગત એનજીઓ સંસ્થા સાથે યોજાયેલી સાયકલ રેલીનું જામનગરમાં પોલીસ વિભાગ દ્વારા સ્વાગત કરાયું

ગુજરાત પોલીસ દ્વારા 'નો ડ્રગ્સ કેમ્પેઇન' અંતર્ગત એનજીઓ સંસ્થા સાથે સૌરાષ્ટ્રના સાગર કિનારાઓ વિસ્તારમાં સાયકલ રેલી પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે, જે સાયકલીસ્ટો ની ટીમ જામનગર શહેરમાં પ્રવેશતાં સાયકલ રેલીનું જામનગરમાં પોલીસ વિભાગ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.




સી.આઇ.ડી ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા એનજીઓ ના સહયોગથી લોકોને માદક દ્રવ્યોના વિરૂધ્ધમાં જાગૃત કરવા માટે નો ડ્રગ્સ કેમ્પેઇન અંગે તા. ૧૨.૧.૨૦૨૬ થી ૨૨.૧.૨૦૨૬ સુધી ૧૧ દિવસ માટે નારાયણ સરોવરથી દમણ સુધી કુલ ૧૪૦૦ કિલોમીટરનું અંતર કાપી કુલ-૧૬ સાયક્લીસ્ટો દ્વારા ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓના વિસ્તારોમાં સાયકલ રેલી કરી ડ્રગ્સ વિરોધી જાગૃતિ ફેલાવવાનું અમુલ્ય કામ શરૂ કરવામાં આવ્યું છે. 




જે તમામ ૧૬ સાયક્લીસ્ટો પોતાના સાયકલ રેલીના પ્રવાસ અંતર્ગત ગઈકાલે જામનગર જીલ્લામાંથી પસાર થયા હતા. દરમિયાન રાજકોટ વિભાગ ના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લામાં લોકોને માદક દ્રવ્યોના વિરુધ્ધમાં જાગૃતી લાવવા માટે સૂચના આપી હતી. જેથી જામનગર એસ.ઓ.જી. ની ટીમ દ્વારા લાખોટા તળાવ ખાતે આ સાયક્લીસ્ટોને આવકારી તેમના ડ્રગ્સ જન જાગૃતિના કાર્ય આગળ ધપાવવા તેમનો ઉત્સાહ વધાર્યો હતો.




આ સાયકલ રેલી દરમ્યાન જાહેર સ્થળોએ નશીલા પદાર્થોના વેચાણ, સંગ્રહ અથવા હેરાફેરી અંગે કોઈ પણ માહિતી માટે નાગરિકોને રાજ્ય સરકારના ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર ૧૯૦૮ પર સંપર્ક કરવા પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application