BREAKING NEWS

કાનાલુસ-ઓખા વચ્ચે ડબલીંગ માટે જમીન સંપાદન અંગે જાહેરનામું

  • May 05, 2026 01:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાનાલુસ-ઓખા વચ્ચે ડબલીંગ માટે જમીન સંપાદન અંગે જાહેરનામું


કુલ ૧,૦૭,૧૫૭ ચોરસ મીટર જમીન કરાશે સંપાદન


રાજકોટ ડિવિઝનમાં ડબલીંગનું કામ ચાલી રહ્યું છે. કાનાલુસ-ઓખા વચ્ચે વચ્ચે ડબલીંગ કામ માટે જરૂરી જમીન સંપાદન કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાનાલુસ-ઓખા વચ્ચે રેલવે દ્વારા ડબલ લાઈનનું કામ કરવામાં આવનાર છે. રેલવેના મુખ્ય પ્રોજેક્ટ મેનેજરએ જાહેરનામુ પ્રસિદ્ધ કરી ૩૦ દિવસમાં વાંધા અરજી કરવા જણાવ્યું છે.


ખંભાળીયા તાલુકાના સુમરા-તરઘડી વચ્ચેની ૧૫,૮૪૫ ચો.મી. હર્ષદપુરની ૧૯,૮૨૯ ચો.મી., ભાતેલની ૪૦,૦૨૬ તથા ધરમપુરમાંથી ૧૫,૫૩૧ ચો.મી., રામનગરની ૧૫,૯૨૬ ચો.મી. મળી કુલ ૧,૦૭,૧૫૭ ચો.મી. જમીન સંપાદન કરવા માટે રેલવે દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે. જે જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થયા પછી રેલવે દ્વારા ડબલીંગની કામગીરી હાથ ધરવામાં આવશે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application