BREAKING NEWS

જામનગર નજીક ૩૦ જુની બોટના બોગસ દસ્તાવેજના આધારે લાયસન્સ મેળવવાનું કારસ્તાન

  • October 20, 2025 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર તાલુકા બેડી, સિક્કા, સચાણા સહિતના ગામના બોટ સંચાલકોએ પોતાની જૂની બોટના બોગસ દસ્તાવેજ બનાવી નવી તરીકે દર્શાવી તેના આધારે ફિશરીઝ વિભાગમાંથી લાયસન્સ મેળવ્યા હતા, આ અંગે ૩૪ શખ્સો સામે એસઓજી પોલીસ દ્વારા ગુન્હો નોંધવામાં આવ્યો છે.     

    
પોલીસની એસ ઓ જી શાખા પો.સબ.ઇન્સ. એસ.પી. ગોહિલએ પોલીસમાં જાતે ફરિયાદી બની ફરિયાદ નોંધાવી છે કે ૩૦ બોટ માલિકો એ પોતાનો આર્થિક લાભ મેળવવા માટે  વર્ષ  ૨૦૧૭ થી સને ૨૦૨૩ સુધીના સમય ગાળા દરમીયાન સુધીના કોઈપણ સમયે ગુન્હાહિત કાવતરું રચીને અન્ય બે આરોપીઓ મારફત જુની ફિશીંગ બોટના રજીસ્ટ્રી સર્ટીફીકેટ(કોલ) ના હોય તેવી ફિશીંગ બોટ ના નવી ખરીદ કરેલ ના ખોટા બીલ એક શખ્સ તરૂણ પાસેથી મંગાવી બાદમાં જુની ફિશીંગ બોટ ના રજીસ્ટ્રી સર્ટીફીકેટ(કોલ) ના હોય તેવી ફિશીંગ બોટના નવી ખરીદ કરેલના ખોટા બીલ મંગાવી બોટ માલીકો સાથે રહી ફિશીંગ બોટને સુધારા વધારા દર્શાવી ફીશરીઝ વિભાગ જામનગર માંથી ઓનલાઇન સબમિશન કરી જુની ફિશીંગ બોટ ને નવી બનેલ બોટ દર્શાવી કુલ ૩૦ રજીસ્ટ્રી સર્ટીફીકેટ (કોલ) તથા બોટ નું લાઇસન્સ મેળવી લીધા હતા.


તા.૧૮/૦૨/૨૦૧૭ થી તા.૧૭/૦૯/૨૦૨૩ સુધીના સમય  ગાળા દરમીયાન બેડી, રસુલનગર, સચાણા, સિક્કાના દરીયા કીનારાની બોટ માટે આ ગેરકાયદે પ્રવૃતિ આચરવામાં આવી હતી.


જે ૩૦ બોટમાં હાજી ઇબ્રાહીમ ભાયા, જફર ઈસા ભગદ, રેલીયા બીલાલ દીનામામદ   અબ્દુલ સલીમ કકલ, ઈકબાલ અબ્દુલ મોડા,  હમીદ આમદ ગંઢાર,  સંઘાર સલીમ ઈસ્માઈલ,  અબ્બાસ હારુન સોઢા, હાજી નુંરનામાદ સોઢા, અખ્તર સુલેમાન લોન્દ્રા , અલી ઈસ્માઈલ કકલ,  આમદ સાલેમામદ બારોયા, અહેમદ કાંસમ જખારા, સુલેમાન ગુલામહુસેન સાયચા, જફર અનાવર ભાયાણી, ગજણ અકબર જુસબ, સંઘાર અકબર ઇસ્માઈલ,  અકબર મામદ હમીરાની, મુસા જાકુબ કકલ, સોઢા મુમતાજ અહેમુદ, મુબારક ઈકબાલ સંઘાર, અલ્તાફ અહમદ કકલ, કાસમ મુસા સુભણીયા, ઓસમાણ એલીયાસ સુભણીયા, બીલાલ તાલબ કકલ ,  સલીમ ગની ગંઢાર, સલીમ મામદ ગંઢાર,  સાજીદ સબીર સોઢા , હુંદડા ઇકબાલ દાઉદ અને  બારોયા અયુબ ઓસમાણ નો સમાવેશ થાય છે. જયારે  અનવર અજીજભાઇ ગાધ, ઇસાક ઇબ્રાહીમ હુંદળા અને  અખ્તર ઇબ્રાહીમભાઇ માણેકએ  આ દસ્તાવેજો  તરૂણભાઇ સવાઇલાલ રાજપુરા (ભાવનગર) પાસેથી તૈયાર કરાવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application