BREAKING NEWS

ગુજરાતના આઈપીએસ કેડરમાં ૫૩ ટકા અધિકારીઓ મિલેનિયલ્સ અને જેન–ઝી

  • September 21, 2026 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીનગર: ગુજરાત પોલીસના આઈપીએસ કેડરમાં પેઢીગત બદલાવ સ્પષ્ટ્ર જોવા મળી રહ્યો છે. ૧ જાન્યુઆરી, ૨૦૨૬ની સ્થિતિ દર્શાવતી આઈપીએસ સિવિલ લીસ્ટ મુજબ ગુજરાત કેડરના કુલ ૧૯૮ આઈપીએસ અધિકારીઓમાંથી ૧૦૫ અધિકારીઓ મિલેનિયલ્સ અને જેન–ઝી પેઢીના છે, એટલે કે કેડરના આશરે ૫૩ ટકા અધિકારીઓ યુવા પેઢીના છે. આ પ્રમાણ સાથે ગુજરાત ૨૫ આઈપીએસ કેડરમાં મિલેનિયલ્સ અને જેન–ઝીની સંયુકત ભાગીદારીના મામલે આઠમા ક્રમે છે.
સિવિલ લીસ્ટમાં ૧૯૮૧થી ૧૯૯૬ દરમિયાન જન્મેલા અધિકારીઓને મિલેનિયલ્સ અને ૧૯૯૭ કે ત્યારબાદ જન્મેલા અધિકારીઓને જેન–ઝી તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. ગુજરાત કેડરમાં જેન–ઝી અધિકારીઓની સંખ્યા હાલમાં આશરે ૪ ટકા છે, પરંતુ તેમની હાજરી રાય પોલીસ દળમાં નવી પેઢીના પ્રવેશને દર્શાવે છે.
ગુજરાત કેડરની જેન–ઝી યાદીમાં સિમરન ભારદ્રાજ, જયવીર ગઢવી, હર્ષ શર્મા, ગૌતમ વિવેકાનંદન, માનસી મીના, મૌસમ મહેતા, અનિકેત પટેલ અને આકાશ ચાવડાનો સમાવેશ થાય છે. સિમરન ભારદ્રાજ અને માનસી મીના, બંનેનો જન્મ વર્ષ ૨૦૦૦માં થયો હોવાથી તેઓ ગુજરાત કેડરના સૌથી યુવા આઈપીએસ અધિકારીઓ છે.
આ અધિકારીઓ વિવિધ જવાબદારીઓમાં ફરજ બજાવી રહ્યા છે અથવા તાલીમ લઈ રહ્યા છે. કેટલાક અધિકારીઓને આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે ફિલ્ડ પોસ્ટિંગ પણ મળી છે. ઝેન ઝેડની સંખ્યા નાની હોવા છતાં તેમની એન્ટ્રી ગુજરાત પોલીસના કેડરમાં નવી પેઢીના આગમનનું મહત્વપૂર્ણ સૂચક માનવામાં આવે છે.ગુજરાતના આઈપીએસ કેડરમાં યુવા અધિકારીઓની મોટી સંખ્યા પાછળ મિલેનિયલ્સનો મોટો હિસ્સો પણ મહત્વપૂર્ણ છે. એકલા મિલેનિયલ્સ જ રાયના કુલ આઈપીએસ કેડરના લગભગ અડધા જેટલા છે. આ રીતે યુવા પેઢીના અધિકારીઓનો સંયુકત હિસ્સો ૫૩ ટકા સુધી પહોંચે છે.
આ આંકડા ૧ જાન્યુઆરી, ૨૦૨૬ની સ્થિતિ દર્શાવે છે અને તેમાં સીધી ભરતીથી આવેલા આઈપીએસ અધિકારીઓ ઉપરાંત પ્રમોશન કવોટા હેઠળ કેડરમાં સામેલ થયેલા અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.
આગામી પાંચ વર્ષમાં ગુજરાત કેડરના સંખ્યાબધં વરિ અધિકારીઓ નિવૃત્ત થવાના હોવાથી કેડરની રચનામાં વધુ ફેરફાર જોવા મળી શકે છે. સિવિલ લીસ્ટ મુજબ ૨૦૨૬માં ચાર, ૨૦૨૭માં ચાર, ૨૦૨૮માં છ, ૨૦૨૯માં ચાર અને ૨૦૩૦માં છ અધિકારીઓ નિવૃત્ત થવાના છે. આમ, કુલ ૨૪ અધિકારીઓ આગામી પાંચ વર્ષમાં નિવૃત્ત થવાના હોવાથી ગુજરાત પોલીસના આઈપીએસ કેડરમાં યુવા અધિકારીઓની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બની શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application