BREAKING NEWS

જામનગર: આયુર્વેદના અમૃત કળશ થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશીર્વાદનો દીવડો અર્પણ

  • September 18, 2026 10:13 AM 

જામનગર: આયુર્વેદના અમૃત કળશ થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશીર્વાદનો દીવડો અર્પણ

ITRA જામનગર ખાતે ‘आयुर्वेदोऽमृतानाम्’ મંત્રને કેન્દ્રમાં રાખી આયુર્વેદ અમૃત કળશની મુદ્રામાં દીપ પ્રજ્વલન કરાયું

જામનગર ખાતે આવેલી આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા-ITRA ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ‘आयुर्वेदोऽमृतानाम्’ના પવિત્ર મંત્રને કેન્દ્રમાં રાખી આયુર્વેદના અમૃત કળશની મુદ્રામાં દીપ પ્રજ્વલિત કરી વડાપ્રધાનને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે આયુર્વેદ અને ભારતીય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિના સંવર્ધન તથા વૈશ્વિક સ્તરે તેના સંશોધન અને પ્રસાર માટે જામનગરમાં રાષ્ટ્રીય મહત્વ ધરાવતી ITRA જેવી સંસ્થા તેમજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)નું ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર (GTMC) સ્થાપિત થયું છે, તે બાબતને રેખાંકિત કરી વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આયુર્વેદના જ્ઞાન, સંશોધન અને વૈશ્વિક સ્તરે પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાના પ્રયાસોના ભાગરૂપે જામનગરને પ્રાપ્ત થયેલી આ મહત્વપૂર્ણ સંસ્થાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં ITRA પરિવાર દ્વારા ‘આશીર્વાદના દીવડા’ પ્રગટાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

કાર્યક્રમમાં ITRAના ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરી, પ્રોફેસરો, વિદ્યાર્થીઓ વગેરે સહભાગી થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application