જામનગરની એક સરકારી કચેરીના અધિકારી અને સાથી કર્મીએ શેરબજારમાં અધધ..રૂ.૬૦ લાખ ગુમાવ્યા..?
જામનગરની એક સરકારી કચેરીના અધિકારી અને સાથી કર્મીએ શેરબજારમાં અધધ..રૂ.૬૦ લાખ ગુમાવ્યા..?
November 12, 2025 06:43 PM
જામનગરની એક સરકારી કચેરીના અધિકારી અને સાથી કર્મચારીએ શેરબજારમાં અધધ રૂ.૬૦ લાખ ગુમાવ્યાની ચર્ચા આ કચેરીના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓમાં જોરશોરથી થતાં આ મુદો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. કચેરીના અધિકારીને શેરબજારનું બહુ જ્ઞાન ન હોય સાથી કર્મચારી પર કરેલો વિશ્ર્વાસ કારગર ન નિવડતા બંનેના નાણાં ડૂબી ગયા છે. શેરબજારમાં ગુમાવેલા નાણા ભરપાઇ કરવા સાથી કર્મચારીએ અન્યના ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કર્યાનું પણ કચેરીના કર્મચારીઓમાં સરેઆમ ચર્ચાઇ રહ્યું છે.
જામનગરની એક સરકારી કચેરીમાં ભારે ચર્ચાનો વિષય બનેલા બનાવ અંગે અતરંગ સૂત્રોના જણાવ્યાનુસાર આ કચેરીના મહત્વના પદ પર રહેલા એક કર્મચારી છેલ્લા ઘણા સમયથી શેરબજારમાં મોટા પાયે શેરની ખરીદી અને વેંચાણની પ્રવૃતિ કરી રહ્યા છે. આ કર્મચારી સાથે કચેરીના અધિકારીનેે સારો ઘરોબો હોય તેની વાતો સાંભળી કચેરીના અધિકારી પણ શેરબજારમાં રોકાણ માટે આર્કષાયા હતાં.
નવાઇની વાત તો એ છે કે, કચેરીના અધિકારીને શેરબજારનું બહુ જ્ઞાન હતું નહીં. આમ છતાં સાથી કર્મચારી પર વિશ્ર્વાસ કરી શેરબજારમાં રોકાણ કરવા ઝંપલાવ્યું હતું. પરંતુ શેરબજાર અનિશ્ર્ચિત હોય અને સતત ઉતાર-ચડાવ એટલે કે વધ-ઘટ થતી હોય સાથી કર્મચારીની ગણતરી ઉંધી પડી હતી. આથી કચેરીના અધિકારી અને સાથી કર્મચારીને શેરબજારમાં અધધ..રૂ.૬૦ લાખ ગુમાવ્યા હોવાની ચર્ચા આ કચેરીના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓમાં થઇ રહી છે.
આટલું જ નહીં શેરબજારમાં રોકાણની ગણતરી ઉંધી પડતા કચેરીના અધિકારીનેે ર્રું.૨૦ લાખ અને સાથી કર્મચારીએ રૂ.૪૦ લાખ ગણતરીના દિવસોમાં ગુમાવવા પડ્યાની નોબત આવ્યાનું પણ કચેરીના અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. ત્યારે કચેરીના અધિકારી અને સાથી કર્મચારીએ શેરબજારમાં માતબર રકમ ગુમાવતા આ મુદો કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
જામનગરની એક સરકારી કચેરીના અધિકારી અને સાથી કર્મચારીએ શેરબજારમાં રૂ.૬૦ લાખ ગુમાવ્યાની ચર્ચા આ કચેરીના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓમાં જોરશોરથી થઇ રહી છે. ત્યારે સાથી કર્મચારી કે જે અગાઉ અન્ય સ્થળે ફરજ બજાવતો હતો ત્યાં પણ સાથી કર્મચારીઓનું શેરબજારમાં રોકાણના નામે રૂ.૪૦ લાખથી વધુનું ફૂલેકું ફેરવ્યાની ચર્ચા પણ હાલમાં જે કચેરીમાં ફરજ બજાવે છે તે કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓમાં થઇ રહી છે.