BREAKING NEWS

ખંભાળિયા એસટી ડેપોમાં સ્માર્ટ ઓફલાઈન પૂછપરછ સિસ્ટમ શરૂ

  • August 21, 2026 01:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા એસટી ડેપોમાં સ્માર્ટPython સિસ્ટમ શરૂ

વડીલો, નિરક્ષર અને મહિલા મુસાફરોને સરળતાથી બસની માહિતી મળશે

જામ ખંભાળિયા એસટી ડેપો ખાતે મુસાફરોની સુવિધા માટે એક સ્માર્ટ ઓફલાઈન પૂછપરછ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ હજારો મુસાફરોને બસ સંબંધિત અને અન્ય માહિતી સરળતાથી પૂરી પાડશે.

આ અનોખી સિસ્ટમ ડિવિઝન કંટ્રોલ એન્ડ કમાન્ડ શાખાના TTD પ્રતિનિધિ ઈકબાલભાઈ સોઢાના માર્ગદર્શન હેઠળ અને જામ ખંભાળિયા જઝ બસ સ્ટેશનના A.T.I. દેવદાન કેશુભાઈ નરેલા દ્વારા સ્વયં વિકસાવવામાં આવી છે.

આ સિસ્ટમની મુખ્ય વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે Python પ્રોગ્રામિંગ ભાષા પર આધારિત અને ઓફલાઈન કાર્યરત છે. તેને કોઈ મોંઘી એઆઇ સિસ્ટમ કે ઈન્ટરનેટ કનેક્શનની જરૂર પડતી નથી. સિસ્ટમમાં જામ ખંભાળિયા એસટી બસ સ્ટેશનની ૨૦૮ બસોના સમયપત્રકનો ડેટા સંગ્રહિત છે.

મુસાફર પોતાનું સ્થળ પસંદ કરતા જ આગામી ત્રણ બસોના સમય, બસ નંબર અને પ્લેટફોર્મ નંબર સ્ક્રીન પર પ્રદર્શિત થશે. ખાસ કરીને ઓછા ભણેલા, વડીલ કે મહિલા મુસાફરો માટે આ જ માહિતી લાઉડસ્પીકર પર વોઇસ મેસેજ દ્વારા પણ સંભળાવવામાં આવે છે.

બસના સમય ઉપરાંત, મુસાફરોને શૌચાલય, પીવાનું પાણી, ફરિયાદ વિભાગ, ઓનલાઈન રિઝર્વેશન અને કેન્ટીન જેવી સુવિધાઓ વિશેની ચોક્કસ માહિતી પણ આ સ્ક્રીન પરથી મળશે.

જામ ખંભાળિયા એસટી બસ સ્ટેશન પર દરરોજ અંદાજે ૨,૦૦૦ જેટલા મુસાફરોની અવરજવર રહે છે. આ સિસ્ટમ પૂછપરછ બારી પર થતી ભીડ ઘટાડવામાં અને મુસાફરોના સમયની બચત કરવામાં મદદરૂપ થશે.

હાલ આ સિસ્ટમ ટ્રાયલ પર છે અને મુસાફરો માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે. ગુજરાતમાં પ્રથમ વખત ખંભાળિયા ડેપોમાં આવી સિસ્ટમ ટ્રાયલ માટે શરૂ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application