BREAKING NEWS

16337 ઓખા–અર્નાકુલમ એક્સપ્રેસ 13 કલાક 15 મિનિટ મોડી ઉપડશે

  • July 25, 2026 09:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

16337 ઓખા–અર્નાકુલમ એક્સપ્રેસ 13 કલાક 15 મિનિટ મોડી ઉપડશે

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા જાણ કરવામાં આવી છે કે ટ્રેન નંબર 16337 ઓખા–અર્નાકુલમ એક્સપ્રેસના ઉપડવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

નિર્ધારિત સમય મુજબ આ ટ્રેન તા. 25 જુલાઈ 2026 ના રોજ ઓખાથી સવારે 06:45 વાગ્યે ઉપડવાની હતી. હવે સુધારેલા સમય મુજબ તે જ દિવસે રાત્રે 20:00 વાગ્યે ઉપડશે. આમ ટ્રેન 13 કલાક 15 મિનિટ મોડી ઉપડશે.

રેલવે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે સામેથી આવતી લિંક રેક 16 કલાકથી વધુ મોડી ચાલતી હોવાના કારણે આ ટ્રેનના ઉપડવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

​​​​​​​રેલવે દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે યાત્રા શરૂ કરતા પહેલા પોતાની ટ્રેનની તાજી સ્થિતિ ચોક્કસ ચકાસી લે. થયેલી અસુવિધા બદલ રેલવે તંત્રએ ખેદ વ્યક્ત કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application