BREAKING NEWS

4 અને 11 ફેબ્રુઆરી ની ઓખા-પુરી એક્સપ્રેસ ડાઈવર્ટ કરાયેલા રૂટ પર દોડશે 

  • December 09, 2025 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

4 અને 11 ફેબ્રુઆરી ની ઓખા-પુરી એક્સપ્રેસ ડાઈવર્ટ કરાયેલા રૂટ પર દોડશે 

દક્ષિણ મધ્ય રેલવેના કાઝીપેટ-બલહારશાહ સેક્શનમાં નોન-ઇન્ટરલોકીંગ કામના કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-પુરી અને પુરી-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

 4 અને 11 ફેબ્રુઆરી, 2026 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 20820 ઓખા-પુરી એક્સપ્રેસ તથા 1 અને 8 ફેબ્રુઆરી, 2026 ના રોજ પુરીથી ઉપડનારી ટ્રેન નંબર 20819 પુરી-ઓખા એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા ટિટિલાગઢ, વિજયનગરમ થઈને ચલાવવામાં આવશે. જે સ્ટેશનો પર આ ટ્રેનો નહીં જાય તેમાં ચંદ્રપુર, બલ્હારશાહ, સિરપુરકાગજનગર, મંચિર્યાલ, રામગુંડમ, વરંગલ, રાયનપાડુ, વિજયવાડા, ગુણઢલા, એલુરુ, રાજમંડ્રી, સામલકોટ, અનકાપલ્લી અને વિશાખાપટ્ટનમનો સમાવેશ થાય છે.

રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય...




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application