BREAKING NEWS

11 મે ના રોજ માનનીય સાંસદ પૂનમબેન માડમ ઓખા-તિરુપતિ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે

  • May 09, 2026 09:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


11 મે ના રોજ માનનીય સાંસદ પૂનમબેન માડમ ઓખા-તિરુપતિ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે


પશ્ચિમ રેલવે દ્વારા ઓખા અને તિરુપતિ વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માનનીય સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ તથા માનનીય ધારાસભ્ય શ્રી પબુભા માણેક 11 મે, 2026 ના રોજ ઓખા સ્ટેશનથી આ નવી ટ્રેનને લીલી ઝંડી બતાવી શુભારંભ કરાવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:


 ટ્રેન સંખ્યા 19560/19559 ઓખા-તિરુપતિ એક્સપ્રેસ (સાપ્તાહિક)
​​​​​​​
ટ્રેન સંખ્યા 19560 ઓખા-તિરુપતિ એક્સપ્રેસ (સાપ્તાહિક) 11 મે, 2026 થી ઓખાથી દર સોમવારે 23.35 કલાકે ઉપડશે, મંગળવારે વહેલી સવારે 04.00 કલાકે રાજકોટ પહોંચશે અને બુધવારે 23.30 કલાકે તિરુપતિ પહોંચશે.

રિટર્ન માં ટ્રેન સંખ્યા 19559 તિરુપતિ-ઓખા એક્સપ્રેસ (સાપ્તાહિક) 14 મે, 2026 થી તિરુપતિથી દર ગુરુવારે સવારે 08.15 કલાકે ઉપડીને શનિવારે સવારે 05.25 કલાકે રાજકોટ અને શનિવારે જ સવારે 11.50 કલાકે ઓખા પહોંચશે.


સ્ટોપેજ:

આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ઉધના, નંદુરબાર, અમલનેર, જલગાંવ, ભુસાવલ, મલકાપુર, અકોલા, વાશિમ, હિંગોલી ડેક્કન, બસમત, પૂર્ણા, હજૂર સાહિબ નાંદેડ, બાસર, નિઝામાબાદ, કામારેડ્ડી, બોલારમ, કાચીગુડા, મહેબૂબનગર, ગદવાલ, કુર્નૂલ સિટી, ડોન, તાડિપત્રી, કડપા, રાજમપેટા, રેનિગુંટા અને તિરુપતિ સ્ટેશનો પર ઉભી રહેશે.


આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ કોચ રહેશે.

ટ્રેન સંખ્યા 19560 ઓખા-તિરુપતિ એક્સપ્રેસનું બુકિંગ 10 મે, 2026 થી PRS કાઉન્ટર અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application