BREAKING NEWS

સલાયા: ગોઈંજ ગામેથી માદક પદાર્થ ગાંજાના લીલા સૂકા છોડવા સાથે એક ઝડપાયો

  • July 01, 2026 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયા: ગોઈંજ ગામેથી માદક પદાર્થ ગાંજાના લીલા સૂકા છોડવા સાથે એક ઝડપાયો

સલાયાના ગોઇંજ ગામે ગાંજાના લીલા-સુકા છોડવા સાથે એક શખ્સને મરીન પોલીસે પકડી પાડી આ દીશામાં તપાસ લંબાવી છે. 

સલાયા મરીન પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ ઓમદેવસિંહ જાડેજા,પીઠાભાઈ જોગલ,અને પોલીસ કોન્સ્ટેબલ વિપુલ ડાંગરને ખાનગી રાહે બાતમી મળેલ કે છૂટક શાકભાજીનો વેપાર કરતો કેશુભાઈ છગનભાઇ રાઠોડ નામનો શખ્સ પોતાના આર્થિક લાભ માટે પોતાના કબજા ભોગવટાના મંદિરના પટાંગણમાં ગાંજાના છોડનું વાવેતર કરે છે અને બાદમાં એને સૂકવી અને વેચાણ કરે છે.

આ હકીકતના આધારે પોલીસ સ્ટાફ દ્વારા પીઆઇ જે. એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ રેઇડ કરતા આ મંદિરના પટાંગણમાં ગાંજાના લીલા છોડ નંગ ૨ જેનું વજન ૩૧૭ ગ્રામ કિંમત રૂપિયા ૧૫૮૫૦/- મળી આવેલ બાદમાં વધુ પૂછપરછ કરી જડતી લેતા સૂકો ગાંજો ૧૨ ગ્રામ પણ એના કબ્જામાંથી મળી આવેલ જેની કિંમત રૂપિયા ૬૦૦ થાય છે.
​​​​​​​
કુલ લીલો સૂકો માદક પદાર્થ ગાંજો મળી કુલ રૂપિયા ૧૬૪૫૦ નો મુદામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ હતી. આમ રાજકોટ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રોય તેમજ દ્વારકા જીલ્લા એસપી જયરાજસિંહ વાળાના માદક પદાર્થોના સેવન અને વેચાણને ગુજરાતમાંથી નાબૂદ કરવાનાં અભિયાનને વધુ મજબૂત કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application