અમદાવાદમાં HMPV વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા 9 વર્ષના બાળકનો HMPV વાયરસનો રિપોર્ટ પોઝિટવ આવ્યો છે. જેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 6 જાન્યુઆરીના રોજ બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જેમનો રિપોર્ટ 9 જાન્યુઆરીના રોજ પોઝિટિવ આવ્યો છે.
બાળ દર્દીને છેલ્લા કેટલાય સમયથી શરદી, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેમની વિદેશ કે અન્ય કોઈ સ્થળે ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી. દર્દીના સેમ્પલને ચકાસવાની પ્રક્રિયા આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.
બીજી તરફ સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના એક ગામના 7 વર્ષના બાળકનો શંકાસ્પદ HMPV વાયરસનો રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય તંત્રએ સેમ્પલ તપાસ માટે અમદાવાદ અને ગાંધીનગર મોકલી આપ્યાં હતાં, જેનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, બાળક બેબીકેર હોસ્પિટલમાં છેલ્લા 72 કલાકથી વૅન્ટિલેટર પર છે, જો કે હાલ સ્થિતમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો HMPV વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં અત્યારસુધીમાં HMPVના ચાર કેસ નોંધાયા છે.
એચએમપી વાયરસ શું છે?
હ્યુમન મેટાન્યૂમો વાઇરસ(એચએમપી વાઇરસ)ની પ્રથમ ઓળખ 2001માં નૅધરલૅન્ડ્સમાં થઈ હતી. જેના કારણે લોકોને તાવ, ઉધરસ, નાક બંધ થવું અને કેટલાકને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઇ હતી.
જેમ આ વાયરસની અસર વધે છે તેમ દર્દીઓમાં તે બ્રૉન્કાઇટિસ અથવા ન્યુમોનિયાનું કારણ બની શકે છે. નાનાં બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો આનાથી વધુ અસરગ્રસ્ત થઈ શકે છે.
HMPV વાયરસનાં લક્ષણો શું છે?
કઈ સાવચેતી રાખવી જોઈએ?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech