BREAKING NEWS

જામનગર​​​​​​​ : હાપા યાર્ડમાં સુકી ડુંગળીની મબલખ આવક છતાં છૂટકમાં ભાવ આસમાને

  • September 16, 2026 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર​​​​​​​ : હાપા યાર્ડમાં સુકી ડુંગળીની મબલખ આવક છતાં છૂટકમાં ભાવ આસમાને


હાપા માર્કેટ યાર્ડમાં ભાદરવાના મેઘાવી માહોલ વચ્ચે સરેરાશ જણસની આવક ઓછી રહેવા પામી છે પરંતુ યાર્ડમાં આજે સુકી ડુંગળીની ભરપુર આવક થવા પામી છે જે ૧૮૦૭ ગુણી અને ૩૬૧૪ મણ જે ૭૫ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી જે પૈકી ૨૦૧૫ ગુણીનું વેચાણ થયુ હતું. હાપા યાર્ડમાં ડુંગળીની ભરપુર આવક હોવા છતા જામનગર શહેરમાં છુટકમાં શહેરીજનોને મોંઘી મળી રહી છે, કિલોના ૫૦ થી ૬૦ ‚પીયે મળી રહી છે. 

હાપા માર્કેટીંગ યાર્ડમાં આજે બુધવારે કુલ જણસ ૪૧૯૮ ગુણી, ૧૦૩૧૪ મણ જે ૨૪૪ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી, ભાવ પર દ્રષ્ટીપાત કરીએ તો સૌથી વધુ ભાવ અજમાનો બોલાયો હતો જેના ૩૧૫૦ થી ૪૬૫૫ના સોદા પડયા હતા.

અન્ય જણસીના ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો બાજરી ૩૧૫ થી ૪૧૫, ઘઉ ૪૪૫ થી ૫૫૮, મગ ૫૦૦ થી ૫૫૦, અડદ ૧૨૫૦ થી ૧૩૦૦, તુવેર ૬૫૦ થી ૧૦૮૦, ચોરી ૭૭૫ થી ૮૦૫, ચણા ૧૨૩૦ થી ૧૨૪૯, મગફળી ૧૦૦૦ થી ૧૨૦૦, તલી ૨૦૦૫ થી ૨૪૦૦, રાયડો ૧૭૦૦ થી ૧૮૧૫, લસણ ૮૦૦ થી ૨૩૦૦, કપાસ ૧૭૭૦ થી ૨૦૪૫, જી‚ ૩૫૦૦ થી ૪૨૦૫, અજમો ૩૧૫૦ થી ૪૬૫૫, અજમાની ભુસી ૪૨૫ થી ૧૯૪૯, ધાણી ૧૫૦૦ થી ૨૭૭૫, ડુંગળી ૨૦૦ થી ૮૮૦, ડુંગળી નાસીક ૮૦૦ થી ૧૧૦૦, સિંગદાણા ૧૫૦૦ થી ૧૮૦૫, વટાણા ૭૭૫ થી ૮૦૦ અને કલોંજી ૩૧૦૦ થી ૩૮૦૦ પ્રતી માણના બોલાયા હતા તેમ સેક્રેટરી હિતેશભાઇ પટેલની યાદીમાં જણાવ્યુ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application