BREAKING NEWS

જામનગરમાં શ્રાવણમાસના સોમવારે પંચાયત કેફેમાં ઑનલાઇન શિવભક્તિ કરતી હિન્દુ સેના

  • August 17, 2026 05:27 PM 

જામનગરમાં શ્રાવણમાસના સોમવારે પંચાયત કેફેમાં ઑનલાઇન શિવભક્તિ કરતી હિન્દુ સેના

આજની GEN –Z  યુવા પેઢી ને હિન્દુ સેના એ આપ્યો શિવ ભક્તિનો રસ્તો

​​​​​​​શ્રાવણ માસ દરમિયાન ગુજરાતમાં હિન્દુ સેના દ્વારા ઇન્ટરનેટ ના માધ્યમ દ્વારા ઓનલાઈન શિવજીની આરાધના કરતા જામનગરના સૈનિકોએ સમાજમાં ધર્મ સંગઠન અને જાગૃતતાને માટે 51,000 હિન્દુ લોકોને ઓનલાઈન સાથે વોટ્સએપ ના માધ્યમથી ૐ નમઃ શિવાય મંત્ર જાપના મેસેજ સાથે સંપર્ક કરી 5,25,000 (સવા પાંચ લાખ) હિન્દુ લોકો સુધી મેસેજ પહોંચાડવા કુલ 2026 વોટસએપ ગ્રુપનો અને વધુ ઇન્સ્ટાગ્રામ તેમજ ફેસબુકનો ઉપયોગ કરેલો. હિન્દુ સેના દ્વારા શિવજીના મેસેજ facebook, whatsapp, instagram દ્વારા વિદેશોમાં પહોંચાડેલ.ભારત સિવાય ત્રણ દેશોમાં 111 email, 11000 whatsapp થી મેસેજ કરેલ. જેથી આજ નો યુવાન પણ પાન ના ગલ્લે, લારીએ પોતાના મોબઈલમાં રિલ્સ અને ગેમ માં ખોવાયેલો રહે છે જેને કાફે, પાન ના ગલે કે લારીએ ઉભીને પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શિવભક્તિ કરી શકે છે આજની "GEN– Z" આવતી પેઢીને પ્રેરણા આપે તે હેતુથી હિન્દુ સેનાનો આ કાર્યક્રમ હતો.જેમાં હિન્દુ સેના જામનગર શહેર યુવા પ્રભારી કિશન નંદા અને કોલેજીયન પ્રભારી ઓમ ભાનુશાળીના આયોજનથી સમર્પણ હોસ્પિટલ પાસે આવેલ પંચાયત કેફેમાં હિન્દુ સેના સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદનની આગેવાનીમાં જામનગર શહેર યુવા ઉપપ્રમુખ મંથન અઘેરા, યુગ નંદા, ગણેશ ભોજવાની, મંથન પારેખ, આનંદ કનખરા, હેપ્પી પ્રજાપતિ, દિવ્યાંશ, હિન્દુ સેના શક્તિ વાહિની પ્રમુખ ક્રીશા દવે, ઝીલ મચ્છર સહિત સમર્પણ હોસ્પિટલ પાસે, પંચાયત કેફે માં ખાસ ઉપસ્થિ‌ત રહી ઓન લાઈન શિવજીની આરાધના ઇન્ટરનેટના માધ્યમથી મોબાઈલ દ્વારા કરી  કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News