BREAKING NEWS

સ્વચ્છતા પખવાડિયું–2026 અંતર્ગત રાજકોટ ડિવિઝનમાં સૉલિડ વેસ્ટ મેનેજમેન્ટ પર જાગૃતિ કાર્યક્રમનું આયોજન

  • October 14, 2026 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્વચ્છતા પખવાડિયું–2026 અંતર્ગત રાજકોટ ડિવિઝનમાં સૉલિડ વેસ્ટ મેનેજમેન્ટ પર જાગૃતિ કાર્યક્રમનું આયોજન 

 કચરાના યોગ્ય વર્ગીકરણ, નિકાલ તેમજ સ્વચ્છતાના મહત્વ અંગે રેલવે કર્મચારીઓને જાગૃત કરવામાં આવ્યા 

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું–2026 અંતર્ગત 14 ઑક્ટોબર 2026, બુધવારે સવારે 11:30 કલાકે રાજકોટ કંટ્રોલ કચેરી નજીક આવેલા આપત્તિ વ્યવસ્થાપન ખંડ (ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ) ખાતે સૉલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો–2026 પર જાગૃતિ અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમ યોજાયો હતો.
​​​​​​​

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમમાં તબીબી વિભાગના મુખ્ય આરોગ્ય નિરીક્ષક (ચીફ હેલ્થ ઇન્સ્પેક્ટર) શ્રી મનીષભાઈ ઉપાધ્યાયે વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે ઉપસ્થિત કર્મચારીઓને સૉલિડ વેસ્ટ મેનેજમેન્ટનું મહત્વ, કચરાનું યોગ્ય વર્ગીકરણ, તેનો યોગ્ય નિકાલ અને સ્વચ્છતા જાળવવા અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કર્મચારીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવવી અને સૉલિડ વેસ્ટ મેનેજમેન્ટની યોગ્ય પદ્ધતિઓને પ્રોત્સાહિત કરવાનો હતો. કચરાનું યોગ્ય વર્ગીકરણ અને નિકાલ કાર્યસ્થળને સ્વચ્છ રાખવાની સાથે-સાથે પર્યાવરણ પર કચરાની પ્રતિકૂળ અસરો ઘટાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

રાજકોટ ડિવિઝન દ્વારા સ્વચ્છતા પખવાડિયું–2026 અંતર્ગત વિવિધ જાગૃતિ પ્રવૃત્તિઓ દ્વારા કર્મચારીઓમાં સ્વચ્છતા પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવા તેમજ સ્વચ્છ અને સ્વસ્થ કાર્યકારી વાતાવરણ જાળવી રાખવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પહેલ “સ્વચ્છ રેલ – સ્વચ્છ ભારત”ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application