BREAKING NEWS

દ્વારકા: આરએસપીએલ વેલ્ફેર ફાઉન્ડેશન અંતર્ગત સંચાલિત એકેડેમીના વિદ્યાર્થીઓની સ્પોર્ટસ ટુર્નામેન્ટમાં શાનદાર સિદ્ધિ

  • September 15, 2026 12:30 PM 

દ્વારકા: આરએસપીએલ વેલ્ફેર ફાઉન્ડેશન અંતર્ગત સંચાલિત એકેડેમીના વિદ્યાર્થીઓની સ્પોર્ટસ ટુર્નામેન્ટમાં શાનદાર સિદ્ધિ

તાલુકા અને જિલ્લા સ્તરે કુલ ૩૦૭ મેડલ મેળવ્યા

વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે રમતગમત સહિતની વિવિધ પ્રવૃત્તિઓમાં પોતાની પ્રતિભા વિકસાવવાની તકો મળે તે દિશામાં કરવામાં આવતા પ્રયાસોના પરિણામે દેવભૂમિ દ્વારકા ના ભાટિયા સ્થિત આરએસપીએલ વેલ્ફેર ફાઉન્ડેશન અંતર્ગત સંચાલિત લક્ષ્મી દેવી દયાલદાસ એકેડેમી સ્કૂલના વિદ્યાર્થીઓએ ગુજરાત સરકાર દ્વારા આયોજિત સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડીયા સ્પોર્ટ્સ ટુર્નામેન્ટમાં તાલુકા તથા જિલ્લા લેવલ થઈ કુલ ૩૦૭ મેડલ મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં ૨૦૧ ગોલ્ડ, ૫૦ સિલ્વર અને ૫૬ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડીયા સ્પર્ધામાં લક્ષ્મી દેવી દયાલદાસ એકેડેમીના વિદ્યાર્થીઓએ તાઈક્વોન્ડો, જુડો, બેડમિન્ટન, વોલીબોલ, કબડ્ડી, બાસ્કેટ બોલ, અને એથ્લેટિક્સ સહિતની વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓએ રમતગમતની પ્રતિભા સાથે શિસ્ત, ટીમવર્ક, આત્મવિશ્વાસ અને દૃઢ નિશ્ર્ચયનું પણ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. 

વિશેષરૂપે, લક્ષ્મી દેવી દયાલદાસ એકેડેમીની વિધાર્થિનીઓ એ ૧૫૦ જ્યારે વિધાર્થીઓએ ૧૫૭ મેડલ મેળવી આ સિદ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.  એથ્લેટિક્સમાં લક્ષ્મી દેવી દયાલદાસ એકેડેમી સ્કૂલના વિદ્યાર્થી જયપાલસિંહ વાઢેરે ૧૦૦ મીટર હર્ડલ્સમાં ૧૯.૯૯ સેક્નડના સમય સાથે જિલ્લા કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવ્યું હતું અને સ્ટેટ લેવલ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થયા છે. બેડમિન્ટનમાં નંદિની લૂણાએ પાંચમું સ્થાન મેળવી સ્ટેટ લેવલ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય કર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application