સોહમ મુકેશભાઈ અઘેરા (ઉ.વ. ૧૮, રહે. માયાણીનગર, કર્વાટર, ખીજળાવાળા રોડ) દ્વારા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાવમાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે,ગઈ તા.૨૭નાં તે બાઈક લઈ લક્ષ્મીનગરમાં તેની ઓફિસેથી ૩૨ જેટલા પાર્સલ થેલામાં લઇ ડીલીવરી કરવા ગયો હતો. ૧૮ જેટલા પાર્સલની ડિલીવરી કર્યા બાદ સ્પીડવેલ ચોક નજીક આવેલા પ્રદ્યુમન એસ્પાયર એપાર્ટમેન્ટમાં ડિલીવરી કરવાની હોવાથી તે એપાર્ટમેન્ટના ગેઈટ પાસે સ્કૂટર પાર્ક કરી ડિલીવરી કરવા ગયો હતો.જ્યારે બાકીના ૧૪ જેટલા પાર્સલનો થેલો બાઈકમાં રાખ્યો હતો તે એપાર્ટમેન્ટમાં ડિલીવરી કરી પરત આવતા સ્કૂટર પર રાખેલા પાર્સલનો થેલો જેમાં રૂા.૮ હજારની કિંમતના બુટ, ચપલ, કપડા વગેરે હતા.તે જોવામાં નહીં આવતા ઓફિસમાં જાણ કરી હતી ત્યારબાદ તેને મયુરભાઈ ચાવડા અને ઉમંગસિંહ પરમાર મળ્યા હતા. તેણે પણ આવી જ રીતે પોતાના પાર્સલો કે જેમાં ૬,૫૦૦ની મત્તાનો સામાન હતો તે પાર્સલ મવડી પોલીસ હેડ ક્વાર્ટર નજીક વસંત વાટિકા. પાસેથી અને જીવરાજ પાર્ક નજીકથી ડિલીવરી વખતે ચોરી થયાનું જણાવતા ફરિયાદ નોંધાવી હતી.
બનાવને લઇ તાલુકા પોલીસ મથકના પીઆઇ પીઆઇ ડી.એમ.હરિપરાની રાહબરીમાં ટીમ તપાસમાં હતી દરમિયાન હેડ કોન્સ.હરપાલસિંહ જાડેજા,મયુરસિંહ જાડેજા,શિવભદ્રસિંહ ગોહિલ અને બલભદ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ પરથી આરોપી વિવેક જાદવભાઈ શીયાળ (ઉ.વ. ૧૯, રહે. બળધુઈ, તા. જસદણ) ને પકડી બુટ, ચંપલ વગેરે અલગ અલગ આઈટમો અને બાઈક મળી કુલ રૂા.૫૫,૫૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.પોલીસે જણાવ્યું હતું કે આરોપી અગાઉ પાર્સલ ડિલિવરીનું જ કામ કરતો હતો.હાલ ગામડામાં ખેતી કામ કરે છે.આર્થિક ખેંચ દુર કરવા તેણે પાર્સલની ચોરી કરી હતી.તેણ એક પાર્સલ ગ્રાહકને પહોંચાડી તેની પાસેથી પૈસા પણ લઇ લીધા હતાં.બાદમાં તેને પડકાઇ જવાનો ડર લાગતા તે ગામડો ચાલ્યો ગયો હતો.ફરી અહીં પાર્સલ લઇને આવતા જ પોલીસ ઝડપે ચડી ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવૈભવ સૂર્યવંશી 16 વર્ષનો છે, 14નો નહી
May 02, 2025 11:08 AMટ્રમ્પ ટેરિફ પર ચર્ચા કરવા માટે ઉત્સુકઃ ચીની મીડિયાનો દાવો
May 02, 2025 11:05 AMઆજે દુનિયા જોશે ભારતની શક્તિ, કાંપી રહેલા પાકિસ્તાનનો વધશે ભય
May 02, 2025 11:03 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech