BREAKING NEWS

દ્વારકા: રાણ પ્રાથમિક શાળામાં ૪૫૭ વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર બે જ શિક્ષકો: વાલીઓનું હલ્લાબોલ

  • July 18, 2026 07:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા: રાણ પ્રાથમિક શાળામાં ૪૫૭ વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર બે જ શિક્ષકો: વાલીઓનું હલ્લાબોલ

કલ્યાણપુર તાલુકાના રાણ સરકારી પ્રાથમિક શાળામાં ૪૫૭ વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર બે જ શિક્ષકો હોય આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રામજીભાઈ પરમારની આગેવાનીમાં વાલીઓના ટોળાએ શાળાએ જઈ શિક્ષકોને ઘેરી બળાપો ઠાલવ્યો હતો અને તુરંત શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માંગ કરી હતી.

રાણ પ્રાથમિક શાળામાં ૪૫૭ છાત્રો ધો.૧ થી ૮ સુધીનો અભ્યાસ કરી રહયા છે તેમની વચ્ચે માત્ર બે જ શિક્ષકો છે. વિશાળ ઈમારત, કોમ્પ્યુટરની સગવડ છતા શાળામાં બે જ શિક્ષકો શિક્ષણની સાથે સાથે અન્ય અપાતી કામગીરી પણ બજાવી રહયા હોય શિક્ષણના સ્તર અને બાળકોના ભવિષ્ય સામે સવાલો ઉઠયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application