BREAKING NEWS

જામનગર: રાજયસભામાં અપક્ષ ઉમેદવારી કરવા પરિમલ નથવાણી પહોચ્યા ઝારખંડ

  • June 08, 2026 02:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: રાજયસભામાં અપક્ષ ઉમેદવારી કરવા પરિમલ નથવાણી પહોચ્યા ઝારખંડ

બપોરે ૩ વાગ્યા સુધીમાં ઉમેદવારીપત્ર ભરે તેવી પુરી શકયતા : ભાજપે સમર્થન આપવાનું વચન આપ્યુ છે : ઝારખંડનો ચુંટણી જંગ બનશે રસપ્રદ

ખંભાળીયાના મુળ વતની પરિમલભાઇ નથવાણી રાજયસભામાં અપક્ષ ઉમેદવારી કરવા ઝારખંડ પહોચ્યા છે, તેઓ બપોરે ૩ વાગ્યા સુધીમાં ઉમેદવારીપત્ર ભરે તેવી પુરી શકયતા છે. ભાજપે તેઓને સમર્થન આપવાનું વચન આપ્યું છે, પરિમલભાઇ અપક્ષ તરીકે ઝારખંડમાંથી રાજયસભાના સાંસદ તરીકે ફોર્મ ભરશે તો ચુંટણી જંગ રસપ્રદ બનશે. 

ગુજરાત સહિત અન્ય રાજયોમાં પણ રાજયસભાની ખાલી પડેલી બેઠકો માટે ચુંટણી પ્રક્રિયા ચાલી રહી છે, ખંભાળીયાના મુળ વતની અને રિલાયન્સના કોર્પોરેટ અફેર્સના ગ્રુપ પ્રેસીડેન્ટ તથા અગાઉ રાજયસભાના બે વખત સાંસદ રહી ચુકેલા પરિમલભાઇ નથવાણી સોમવારે રાજયસભામાં અપક્ષ ઉમેદવારી કરવા ઝારખંડ પહોચ્યા છે, તેઓ બપોરે ૩ વાગ્યા સુધીમાં ઉમેદવારી પત્ર ભરે તેવી પુરેપુરી શકયતા છે, જો કે બપોરે ૧-૪૫ સુધી તેઓએ પોતાનું નામાંકન પત્ર ભર્યુ ન હતું કારણ કે તેઓની પોતાના સલાહકારો સાથે આ અંગે ચર્ચા વિચારણા ચાલુ હોવાનું જાણવા મળ્યુ છે, બીજી બાજુ ભાજપે તેઓને સમર્થન આપવાનું વચન આપ્યુ છે. આ સ્થીતીમાં તેઓ ઝારખંડમાંથી રાજયસભામાં અપક્ષ ઉમેદવારી કરવા ફોર્મ ભરશે તો ઝારખંડ રાજયસભાનો ચુંટણી જંગ ભારે રસપ્રદ બની રહેશે, કારણ કે ઝારખંડમાંથી જેએમએમ અને કોંગ્રેસના ઉમેદવારે પણ રાજયસભાની બેઠક માટે ફોર્મ ભર્યુ છે એટલે કે ઉમેદવારી નોંધાવી છે.
રાજયસભામાં અપક્ષ ઉમેદવારી કરવા ઝારખંડ પહોચેલા પરિમલભાઇ દ્વારા બપોરે બે વાગ્યા સુધી પોતાના સલાહકારો સાથે ફોર્મ ભરવા અંગે ચર્ચા વિચારણાનો દોર ચાલ્યો હતો. તેઓ બપોરે ૩ વાગ્યા સુધીમાં ઉમેદવારી પત્ર ભરે તેવી પુરી શકયતા હોય તેઓના ઉમેદવારી ફોર્મ પર સૌની મીટ મંડાઇ છે, તેઓ દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવશે તો ઝારખંડનો ચુંટણી જંગ રસપ્રદ બનશે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application