BREAKING NEWS

જામનગર: સિક્કાના હત્યા કેસમાં પેરોલ જમ્પ કરનાર આરોપી પકડાયો

  • July 17, 2026 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: સિક્કાના હત્યા કેસમાં પેરોલ જમ્પ કરનાર આરોપી પકડાયો

સિક્કા પોલીસ સ્ટેશનમાં હત્યાના કેસમાં વચગાળાના જામીન પરથી પેરોલ જમ્પ કરનાર એક કેદીને પકડીને જિલ્લા જેલ ખાતે સોંપી આપ્યો છે.

જામનગર એસપીની સુચનાથી ફરાર આરોપીઓને પકડી પાડવાની ઝુંબેશ અન્વયે લગત પોલીસ ટુકડીઓ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે દરમ્યાનમાં એલસીબી પીઆઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જામનગર પેરોલ ફલો સ્કોડના પીએસઆઇ ભાટીયા અને સ્ટાફ દ્વારા ફરાર આરોપીઓને શોધી કાઢવા જ‚રી વર્કઆઉટ કરી રહ્યા હતા. 
​​​​​​​
દરમ્યાન સ્ટાફના ગજેન્દ્રસિંહ, સુરેશભાઇ, કરણસિંહ, લખધીરસિંહને મળેલ બાતમી મુજબ સિક્કા પોલીસ સ્ટેશનના આઇપીસી કલમ ૩૦૨, ૩૦૭ વિગેરે મુજબના ગુનામાં જામનગર જિલ્લા જેલ ખાતેથી વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદી દેવાંગ ઉર્ફે કાનો રામા ચાવડા, રહે. જેકુરબેન સોની ક્ધયા વિદ્યાલય પાસે, વાળો ગોકુલનગર જકાતનાકા પાસે હોવાની બાતમીના આધારે ટુકડીએ પકડીને જિલ્લા જેલ ખાતે સોંપી આપેલ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application