BREAKING NEWS

જામનગર: સ્કીમ્સ અને રિલાયન્સ બ્રાન્ડ્સે ભારતમાં લોંચ માટે ભાગીદારી કરી

  • August 06, 2026 05:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: સ્કીમ્સ અને રિલાયન્સ બ્રાન્ડ્સે ભારતમાં લોંચ માટે ભાગીદારી કરી

કિમ્સ એ કિમ કાર્દાશિયન અને જેન્સ ગ્રેડે સંયુક્ત રીતે સ્થાપેલી વૈશ્વિક બ્રાન્ડ છે, જે દિલ્હી અને મુંબઈમાં પોતાના સૌપ્રથમ સ્ટોર્સ દ્વારા ભારતમાં પદાર્પણ કરે છે

રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડ અને સ્કીમ્સે આજે એક વિશિષ્ટ ભાગીદારીની જાહેરાત કરી છે, જે સ્કીમ્સ બ્રાન્ડને ભારતમાં લાવવા માટે છે. આ કરાર હેઠળ, રિલાયન્સ બ્રાન્ડ્સ ભારતમાં ભૌતિક અને ડિજિટલ ચેનલો થકી સ્કીમ્સ બ્રાન્ડનું સંચાલન કરશે, તેમજ ભારતમાં તેના પ્રથમ સ્કીમ્સ સ્ટોર્સ ખોલશે, જેની શરૂઆત દિલ્હી અને મુંબઈથી કરી છે. આ જાહેરાત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા લક્ઝરી અને પ્રિમિયમ ગ્રાહક બજારોમાં સામેલ સ્કીમ્સના ભારતમાં પ્રવેશને ચિહ્નિત કરે છે, તેમજ તાજેતરમાં લંડન અને દુબઈમાં સ્ટોર્સના ઉદઘાટન પછી આ બ્રાન્ડના વૈશ્વિક રિટેલ વિસ્તરણને ચાલુ રાખે છે. હવે પછી હોંગકોંગ અને સિઓલનો પણ ક્રમ આવશે.

કિમ કાર્દાશિયન અને જેન્સ ગ્રેડ દ્વારા ૨૦૧૯માં સંયુક્તરીતે સ્થાપવામાં આવેલી સ્કીમ્સ દરેક જણ માટે ઉપાય બનાવીને મહિલાઓના અન્ડરવેર, શેપવેર અને લાઉન્જવેર શ્રેણીઓની પુન:વ્યાખ્યા કરી રહી છે. મેન્સ અને નાઈકીસ્કીમ્સ સહિત પોતાના વિસ્તરતા પોર્ટફોલિયો સાથે પોતાની વિવિધ કેટેગરીમાં સ્કીમ્સ નવા માપદંડો સ્થાપિત કરી રહી છે. ફિટિંગ, આરામ અને શરીર વિશેની ઊંડી સમજણ પર આધારિત, આ બ્રાન્ડ રોજિંદા ડ્રેસિંગની મૂળભૂત બાબતોની પરિકલ્પના માટે ટેકનિકલ નાવિન્યને ઉન્નત ડિઝાઇન સાથે જોડી રહી છે.

આ ભાગીદારી થકી સ્કીમ્સે વિશ્વના સૌથી ગતિશીલ ગ્રાહક બજારોમાંના એકમાં પ્રવેશ કર્યો છે. પ્રિમિયમ વૈશ્વિક બ્રાન્ડ્સની માગ વધી રહી છે ત્યારે આરામ, કાર્યદક્ષતા તેમજ સાંપ્રત ડિઝાઇનિંગ ઇચ્છતા ગ્રાહકોની નવી પેઢી સાથે, ભારત દેશ આ બ્રાન્ડના સતત વૈશ્વિક વિસ્તરણમાં એક કુદરતી આગેકદમ ભરી રહ્યો છે.

સ્કીમ્સે એ આકાર, આરામદાયકતા અને સમાવેશીતા વિશે વિશ્વની વિચારશૈલી જ બદલી નાખી છે, અને તે ભારતીય ગ્રાહકોની નવી પેઢી સાથે સીધો સંવાદ કરી રહી છે જે મહત્વાકાંક્ષી અને ખાસ પોતાના માટે રચાયેલી ફેશન ઇચ્છે છે, એમ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર ઇશા અંબાણીએ જણાવ્યું હતું. સ્કીમ્સને ભારતમાં રજૂ કરવા તેમજ લાંબા ગાળા માટે તેનું નિર્માણ કરવાનો અમને ગર્વ છે.

દરેક વ્યક્તિ જે પણ પહેરે છે તેમાં આરામદાયકતા અને આત્મવિશ્વાસનો અનુભવ કરવાનો તેને અધિકાર છે અને અમે સ્કીમ્સનું નિર્માણ પણ આ માન્યતાના આધારે જ કર્યું છે, એમ સ્કીમ્સના સહ-સ્થાપક અને ચીફ ક્રિએટિવ ઓફિસર કિમ કાર્દાશિયને જણાવ્યું હતું. ભારતમાં અમે અમારા સમુદાયનો જે ઉત્સાહ જોયો છે તે ખરેખર અદભુત છે, અને અમે અમારા સ્ટોર્સમાં તેમનું પહેલીવાર સ્વાગત કરવા ઉત્સુક છીએ.

રિલાયન્સ બ્રાન્ડ્સ વિશ્વની કેટલીક ચુનંદા ફેશન અને લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સનું ભારતમાં સર્જન કરવાનો અસાધારણ ટ્રેક રેકોર્ડ ધરાવે છે. અમે આ મહત્વપૂર્ણ બજારમાં સ્કીમ્સની પ્રસ્તુતિ કરવા તેમજ અમારી વૈશ્વિક રિટેલ ફૂટપ્રિન્ટ્સને વિસ્તારતા રહેવા તેમની ટીમ સાથે ભાગીદારી કરવાનો રોમાંચ અનુભવીએ છીએ, એમ સ્કીમ્સના સહ-સ્થાપક અને સીઈઓ જેન્સ ગ્રેડે જણાવ્યું હતું.

સ્કીમ્સની ભારતમાં રિલાયન્સ બ્રાન્ડ્સના નેતૃત્વમાં તબક્કાવાર પ્રસ્તુતિ થશે, જેની શરૂઆત દિલ્હી અને મુંબઈમાં તેના પ્રથમ સ્ટોર્સથી થશે અને સમય જતાં અન્ય શહેરો અને ચેનલોમાં તેનું વિસ્તરણ કરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application