BREAKING NEWS

દ્વારકા: ભાડથર જિલ્લા પંચાયત બેઠકની આમ આદમી પાર્ટીની જીતને વધાવતા કાર્યકરો

  • October 15, 2026 12:50 PM 

દ્વારકા: ભાડથર જિલ્લા પંચાયત બેઠકની આમ આદમી પાર્ટીની જીતને વધાવતા કાર્યકરો

દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર બેઠકની પેટા ચુંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે, અહીં આમ આદમી પાર્ટીના વિરુભાઇ કંડોરીયાની ભવ્ય જીત તથા ભાણવડમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિજય ઉત્સવ મનાવ્યો હતો. જયારે  ભાજપના ઉમેદવારની કારમી હાર તથા ભાજપની છાવણીમાં સોંપો પડી ગયો છે. સાથોસાથ કોંગ્રેસના ઉમેદવારને પણ હારનો સામનો કરવો પડયો છે.

ભાડથર જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ડો. કંડોરીયાનું અવસાન થતા આ બેઠક પર પેટા ચુંટણી યોજાઇ હતી, જેમાં ભાજપના મોવડી મંડળે સ્વ.ડો. કંડોરીયાના પત્ની માલતીબેનને ભાજપમાંથી ઉતાર્યા હતા, જયારે આમ આદમી પાર્ટીમાંથી વિરુભાઇ કંડોરીયા અને કોંગ્રેસમાંથી આલાભાઇ પીંડારીયા ચુંટણીના મેદાનમાં ઉતર્યા હતા.
​​​​​​​
આ પેટા ચુંટણીમાં ત્રિપાંખીયો જંગ જામ્યો હતો ત્રણેય પક્ષોએ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવ્યુ હતું પરંતુ ગઇકાલે સવારે પરિણામ જાહેર થતા આમ આદમી પાર્ટીના વિરુભાઇ કંડોરીયા તોતીંગ બહુમતીથી વિજય થયા હતા. આ જીતને વધાવવા ભાણવડના વેરાડ ગેઇટ ખાતે કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી આતશબાજી કરી એકબીજાના મીઠા મોઢા કરાવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application