રાજય સરકાર દ્વારા મગફળી સહિતની જણસ ટેકાના ભાવે ખરીદીની શરૂઆત બાદ મંગળવારના રોજ યાર્ડમાં ૨૮૦૦૦ મણ મગફળીની આવક નોંધાઇ હતી જે ૧૬૧ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી જે પૈકી ૬૪૩૬ ગુણી વેંચાઇ હતી યાર્ડમાં મંગળવારે કુલ ૫૬૬૫૨ મણ જણસ આવી હતી.
હાપા માર્કેટીંગ યાર્ડમાં જુદી જુદી જણસોના ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો બાજરી ૩૧૦ થી ૫૫૦, ઘઉં ૪૭૮ થી ૫૩૪, મગ ૭૦૦ થી ૧૧૦૦, અળદ ૯૦૦ થી ૧૧૮૫, વાલ ૭૦૦ થી ૮૧૦, મકાઇ ૩૦૦ થી ૪૮૦, ચણા ૧૦૦૦ થી ૧૧૧૧, ચણા સફેદ ૧૧૦૦ થી ૧૬૧૦, મગફળી જીણી ૯૦૦ થી ૧૧૩૦, મગફળી જાડી ૮૦૦ થી ૧૦૧૫, મગફળી ૬૬ નં. ૯૦૦ થી ૧૩૦૦, મગફળી ૯ નંબર ૧૦૦૦ થી ૧૮૦૫, એરંડા ૧૧૦૦ થી ૧૨૯૨, તલી ૬૦૦ થી ૨૩૫૫, લસણ ૪૭૫ થી ૧૧૧૫, કપાસ ૧૦૭૦ થી ૧૫૨૫, જીરૂ ૩૦૦૦ થી ૩૭૭૦, અજમો ૧૪૦૦ થી ૩૧૩૦, અજમાની ભૂસી ૮૦ થી ૧૮૦૦, ધાણા ૧૪૨૦ થી ૧૪૯૦, મરચાં ૧૩૫૦ થી ૨૮૫૦, ડુંગળી સુકી ૫૦ થી ૨૩૫, સોયાબીન ૭૦૦ થી ૯૦૦, રાજમાં ૯૦૦ થી ૧૩૩૦ સુધીના ભાવ બોલાયા હતા મંગળવાર કુલ જણસ ૫૬૬૫૨ મણ ગુણી ૨૭૦૯૦ જે ૭૮૦ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી. જેમાં ભાવમાં પ્રથમ ક્રમાંકે જીરૂ બીજા ક્રમાંકે અજમો અને ત્રીજા ક્રમાંકે તલી નંબર રહયા હતા.તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષભાઇ એ. પટેલની યાદીમાં જણાવાયું છે.