જામનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચલણી નોટના નંબર પર આંકડા બોલી જુગાર રમતા કુલ ૧૦ શખ્સોને પકડી લેવામાં આવ્યા હતા.
શહેરના નવાગામ ઘેડ, મધુરમ સોસાયટીમાં રહેતા સુમિત રણછોડ રાંદલપરા અને ભીમવાસમાં રહેતા માણસુર નારણ સાગઠીયા આ બંનેને અંબર ચોકડી પુલ નીચે ચલણી નોટના નંબર પર એકી-બેકીનો જુગાર રમતા રોકડા ૩૫૦ સાથે પકડી લીધા હતા, જયારે નાગેશ્ર્વર કોલોનીમાં રહેતા વિજય સુખા મકવાણા અને ધુંવાવના રવિરાજસિંહ દિલીપસિંહ ઝાલા આ બંનેને નદીના પટ્ટમાં એકી-બેકીનો જુગાર રમતા રોકડા ૩૨૫ સાથે અટકમાં લીધા હતા.
અન્ય દરોડામાં ગુલાબનગરમાં રહેતા તૌફીક ઇબ્રાહીમ કુકાસમ અને નાગેશ્ર્વરના મયુર મનોજ બારીયા આ બંનેને એકી-બેકીનો જુગાર રમતા નાગેશ્ર્વર કોલોની વિસ્તારમાંથી રોકડા ૪૮૦ સાથે ઝડપી લીધા હતા તેમજ ધરારનગરના ઓસમાણ ઉર્ફે બાપુડી સલીમ કેર અને ખોજાનાકા વિસ્તારના સોહીલ એજાઝ દરઝાદાને એમપી શાહ ઉધોગ વિસ્તારમાં એકી-બેકીનો જુગાર રમતા રોકડા ૩૦૦ સાથે પકડી પાડયા હતા.
આ ઉપરાંત જામનગરના જુના સ્ટેશન પાસે રહેતા સાનિઘ્ય હરકિશન જેઠવા અને વેલનગરના અભિષેક વિમલ ઝાલા આ બંને શખ્સો અંબર ચોકડી પાસે ચલણી નોટના નંબર પર એકી બેકીનો જુગાર રમતા રોકડા ૩૦૦ સાથે પોલીસે દબોચી લીધા હતા.