BREAKING NEWS

દેશમાં ડોમેસ્ટિક હવાઈ ટ્રાફિકમાં ૬.૩૪%નો ઘટાડો ઈન્ડિગો કરતા એર ઈન્ડિયા પર લોકોને વધુ ભરોસો

  • September 24, 2026 02:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓગસ્ટમાં ભારતમાં ડોમેસ્ટિક હવાઈ મુસાફરોનો ટ્રાફિક વાર્ષિક ધોરણે ૬.૩૪ ટકા ઘટીને ૧૨૧.૨૬ લાખ થયો છે. ઓગસ્ટ ૨૦૨૫માં તમામ ભારતીય એરલાઇન્સે કુલ ૧૨૯.૪૭ લાખ મુસાફરોનું પરિવહન કયુ હતું. જુલાઈમાં ઇન્ડિગોનો બજાર હિસ્સો ૬૭.૪ ટકાથી ઘટીને ૬૫ ટકા થયો છે.
દરમિયાન, કટોકટીગ્રસ્ત સ્પાઇસજેટનો બજાર હિસ્સો પણ જુલાઈમાં ૧.૬ ટકાથી ઘટીને ૧.૨ ટકા થયો છે. તેનાથી વિપરીત, ઓગસ્ટમાં એર ઇન્ડિયા ગ્રુપનો બજાર હિસ્સો વધીને ૨૬.૭ ટકા થયો, જે જુલાઈ ૨૦૨૬ની સરખામણીમાં ૨.૭ ટકાનો વધારો દર્શાવે છે.
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ડીજીસીએ) એ જણાવ્યું હતું કે, જાન્યુઆરી–ઓગસ્ટ ૨૦૨૬ના સમયગાળા દરમિયાન, ઘરેલુ એરલાઇન્સે ૧,૧૦૫.૩૦ લાખ મુસાફરોનું પરિવહન કયુ હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૧,૧૦૭.૨૬ લાખ હતું.
ડીજીસીએના ડેટા અનુસાર, ઓગસ્ટમાં અકાસા એરનો બજાર હિસ્સો ૫.૫ ટકા રહ્યો, જે જુલાઈમાં પણ એટલો જ હતો. ઓગસ્ટ ૨૦૨૬માં ૧૦ મુખ્ય એરપોર્ટ પર ઓન–ટાઇમ (ઓટીપી) કામગીરીના સંદર્ભમાં ઇન્ડિગો ૯૧.૫ ટકા સાથે ચાર્ટમાં આગળ હતું. અકાસા એર અને એર ઇન્ડિયા ગ્રુપ અનુક્રમે ૯૦.૫ ટકા અને ૮૩.૯ ટકા સાથે બીજા અને ત્રીજા ક્રમે હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application