અમદાવાદની વિવિધ શાળાઓ અને જાહેર સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીભર્યા ઈમેઈલ મોકલી ફફડાટ ફેલાવનાર મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પશ્ચિમ બંગાળના રહેવાસી ‘બિશ્વાસ’ નામના શખ્સને પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે દબોચી લીધો છે.
ભયનું વાતાવરણ અને પોલીસની તપાસ
અમદાવાદની નામી શાળાઓમાં જ્યારે અચાનક બોમ્બ હોવાના ઈમેઈલ મળ્યા, ત્યારે વાલીઓમાં દોડધામ મચી ગઈ હતી. બાળકોની સુરક્ષાને લઈને ઊભા થયેલા આ સવાલો વચ્ચે સાયબર ક્રાઈમ એક્શન મોડમાં આવ્યું હતું. આરોપી ખૂબ જ ચાલાકીથી ઈમેઈલ મોકલી રહ્યો હતો, પરંતુ સાયબર એક્સપર્ટ્સે આઈપી એડ્રેસ અને ટેકનિકલ કડીઓ જોડીને તેનું લોકેશન ટ્રેસ કર્યું.
પશ્ચિમ બંગાળમાં ઓપરેશન
અમદાવાદ સાયબર ક્રાઈમની એક ખાસ ટીમ પશ્ચિમ બંગાળ પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદથી આરોપી બિશ્વાસની ધરપકડ કરી છે.
બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઇ-મેઇલ મળ્યો છે તે 12 સ્કુલોના નામનું લિસ્ટ
ઝેબર સ્કૂલ, થલતેજ
મહારાજા અગ્રસેન સ્કૂલ, ગુરુકુળ રોડ
DAV ઈન્ટરનેશલ, મકરબા
નિર્માણ સ્કૂલ, વસ્ત્રાપુર
ઝાયડસ સ્કૂલ, વેજલપુર
CBSE ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ, અડાલજ
આવિષ્કાર સ્કૂલ, કલોલ
જેમ્સ એન્ડ જેનીસીસ, ખોરજ-ખોડિયાર
અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ, વસ્ત્રાપુર
ઉદગમ સ્કૂલ, થલતેજ
DPS, બોપલ
તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ, બોપલ