BREAKING NEWS

ખંભાળીયા-પોરબંદર રોડ પર પેટ્રોલ ભરેલા ટેન્કરની પલટી

  • July 22, 2026 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયા-પોરબંદર રોડ પર પેટ્રોલ ભરેલા ટેન્કરની પલટી 

પોલીસ તથા ફાયર બ્રિગેડની ટીમ ખડેપગે: વાહન-વ્યવહાર પ્રભાવિત

ખંભાળીયા-પોરબંદર હાઇવે પર પીજીવીસીએલના સબ સ્ટેશન નજીક એક માર્ગ અકસ્માતમાં સર્જાયો છે, જેમાં પેટ્રોલ ભરેલું ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું. અકસ્માતના કારણે ટેન્કરમાંથી મોટા પ્રમાણમાં પેટ્રોલ રસ્તા પર ઢોળાવા લાગ્યું હતું.પેટ્રોલ રસ્તા પર રેલાતા હોવાથી સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક ધોરણે વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. 
​​​​​​​
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડ સહિતની તંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને ખડેપગે રહી કામગીરી હાથ ધરી હતી. રસ્તા પરથી પલટી મારી ગયેલા ટેન્કરને હટાવવા માટે ક્રેઇનની મદદ લેવામાં આવી હતી. આ ઘટનાના કારણે માર્ગ પરનો વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે.ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application