દ્વારકા અને ઓખા વિભાગમાં પીજીવીસીએલનું ગ્રાહક પુનર્ગઠન
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા દ્વારકા અને ઓખા વિભાગના વીજ ગ્રાહકોની સુવિધા, કાર્યક્ષમતા અને વીજ સેવાઓમાં વ્યાપક સુધારો કરવાના આશયથી ગ્રાહક પુનર્ગઠન કરવામાં આવ્યું છે.
આ નવો બદલાવ ૧ જૂન, ૨૦૨૬થી અમલમાં આવી ગયો છે. કાર્યપાલક ઈજનેર (દ્વારકા વિભાગીય કચેરી) ના જણાવ્યા મુજબ, સમગ્ર વિસ્તારની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રાહકોની સુવિધા માટે ૩ (ત્રણ) નવા પેટા-વિભાગો કાર્યરત કરવામાં આવ્યા છે.
ગ્રાહકો પોતાની વીજળી સંબંધિત પૂછપરછ, નવા જોડાણો કે ફરિયાદો માટે પોતાના વિસ્તાર મુજબ નીચે દર્શાવેલ પેટા-વિભાગીય કચેરી અને સંપર્ક નંબરો પર સંપર્ક કરી શકશે:
દ્વારકા શહેર પેટા-વિભાગ. આવરી લીધેલ વિસ્તારો. દ્વારકા નગરપાલિકા સીમા હેઠળના તમામ વિસ્તારો, સંપર્ક વિગતો ફરિયાદ કેન્દ્ર. ૦૨૮૯૨-૨૩૪૦૫૪ / ૯૬૮૭૬૭૩૫૫૮, નાયબ ઈજનેર ૯૮૭૯૨૦૧૮૪૧, જુનિયર ઈજનેર ૯૦૯૯૯૦૭૯૩૨ તેમજ દ્વારકા ગ્રામ્ય પેટા-વિભાગ નવી કચેરીનું સરનામું હોટેલ મીરાની સામે, દ્વારકા વિભાગીય કચેરીની બાજુમાં, દ્વારકા તેમજ અણિયારી, ભીમરાણા, લોવરાલી, શામળાસર, બરડીયા, ગઢેચી, મકનપુર, નવી ધેવાડ, ચરકલા, ગોરીયારી, માઢીકી, હમુસર, ધરાસણવેલ, મોજપ, મોટા ભાવડા, ટુપણી, ગોરીંજા, મુળવેલ, મુળવાસર, વાચ્છુ, જૂની ધેવાડ, પાડલી, નાગેશ્વર, વરવાળા, કલ્યાણપુર, પોશીત્રા, નાના ભાવડા, વસઈ, ખાતુંબા, બાટીસા, કોરાડા, રાગાસર સહિતના ગામો આવરી લીધેલ છે.
સંપર્ક માટે ફરિયાદ કેન્દ્ર ૦૨૮૯૨-૨૩૪૦૫૫ / ૬૨૧૩૦૯૮૧૪૦, નાયબ ઈજનેર ૬૨૧૩૦૦૭૬૩૦, જુનિયર ઈજનેર ૬૨૧૩૦૦૭૬૪૦ ૬૨૧૩૦૦૭૬૩૮
ઓખા શહેર પેટા-વિભાગ, આવરી લીધેલ વિસ્તાર: બેટ દ્વારકા, આરંભડા, સુરજકરાડી, અને દેવપરા સહિત ઓખા નગરપાલિકાના તમામ વિસ્તારો, ફરિયાદ કેન્દ્ર: ૦૨૮૯૨-૨૫૨૦૦૬ / ૬૩૫૫૬૬૩૧૪૩, નાયબ ઈજનેર: ૯૮૭૯૨૦૧૮૫૧, જુનિયર ઈજનેર. ૯૯૨૫૨૧૦૧૦૩ ૯૯૨૫૨૧૦૦૯૨
અગત્યની સૂચના, તમામ વીજ ગ્રાહકોને નમ્ર અપીલ છે કે વીજળી સંબંધિત કોઈપણ પ્રશ્નો, નવા કનેક્શન કે ફરિયાદ માટે માત્ર પોતાના વિસ્તારને લાગુ પડતી પેટા-વિભાગીય કચેરીનો જ સંપર્ક કરવો. આ વહીવટી પુનર્ગઠનથી ગ્રાહકોની સેવાઓ વધુ ઝડપી બનશે.