BREAKING NEWS

જામનગર​​​​​​​: પટેલ કોલોનીમાં આવેલ પીઝા જંકશન ફૂડ સીલ

  • June 12, 2026 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર​​​​​​​: પટેલ કોલોનીમાં આવેલ પીઝા જંકશન ફૂડ સીલ

ફૂડ ખાતાએ રેસ્ટોરન્ટ ચેક કર્યા બાદ સંચાલકોએ લેખિત બાંહેધરી આપતા સીલ ખોલી દેવાયુ

જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ફાયર અને એસ્ટેટ શાખા દ્વારા ફાયર એનઓસી, બીયુ સર્ટીફીકેટ ન હોવા અંગે રેસ્ટોરન્ટ અને હોટલોમાં તપાસણી કરવામાં આવે છે. ગઇકાલે પટેલ કોલોનીમાં આવેલા પીઝા જંકશન ફૂડમાં તપાસ કરાતા જરૂરી લાયસન્સ ન હોવાના કારણે આ રેસ્ટોરન્ટ સીલ કરી દેવામાં આવ્યું હતું.
​​​​​​​
જાણવા મળતી માહિતી મુજબ પીઝા જંકશન ફૂડને સીલ કરાયા બાદ સંચાલકોમાં દોડધામ મચી ગઇ હતી આખરે રેસ્ટોરન્ટના માલિક દ્વારા જરૂરી સર્ટીફીકેટ ટુંક સમયમાં જ રજુઆત કરવાની લેખિત બાંહેધરી આપતા તંત્ર દ્વારા મોડી સાંજે રેસ્ટોરન્ટનું સીલ ખોલી નાખવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ફાયરના ઇન્ચાર્જ ભાવેશ જાની દ્વારા તમામ રેસ્ટોરન્ટ અને હોટલો ચેક કરવા આદેશ અપાયા છે, એટલું જ નહિ બીયુ સર્ટીફીકેટ કે ફાયરની એનઓસી ન હોયતેવી તમામ હોટલ અને રેસ્ટોરન્સને સીલ કરવા કડક સુચના અપાઇ હોવાનું જાણવા મળેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application