BREAKING NEWS

વિમાન દુર્ઘટનામાં ૨૦ વર્ષમાં ૮,૭૭૮ લોકોએ જીવ ખોયા, ૯% કિસ્સામાં પાઇલટનો જ વાંક

  • October 09, 2026 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હવાઈ મુસાફરી પહેલા કરતાં ઘણી સુરક્ષિત બની ગઈ છે, પરંતુ હવે ઉડ્ડયન ઉધોગ માટે એક અલગ પ્રકારનો ખતરો ચર્ચાઈ રહ્યો છે. આ ખતરો વિમાનમાં જ હોઈ શકે છે. એટલે કે, પાઇલટ જાણી જોઈને વિમાનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે. લાયદુબઈની તાજેતરની ઘટનાએ ફરી એકવાર પ્રશ્ન ઉઠાવ્યો છે કે વિમાન અને તેમાં સવાર સેંકડો લોકોને પાઇલટ દ્રારા ઇરાદાપૂર્વક કરવામાં આવેલા પગલાંથી કેવી રીતે સુરક્ષિત રાખવું.
ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ડેટા અનુસાર, ૨૦૦૫ થી ૨૦૨૫ દરમિયાન, વાણિિયક ઉડ્ડયનમાં ૨૭૦ જીવલેણ અકસ્માતો થયા હતા, જેના પરિણામે બોર્ડમાં ૮,૪૭૦ લોકો મૃત્યુ પામ્યા હતા, યારે અન્ય મૃત્યુને પણ સામેલ કરીને, આ આંકડો ૮,૭૭૮ થયો હતો. દરમિયાન, વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, આ જ સમયગાળા દરમિયાન, વિમાન દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૮૦૦ મૃત્યુ થયા હતા જેને યુએસ અધિકારીઓએ પાઇલટની ઇરાદાપૂર્વકની કાર્યવાહીને આભારી છે અથવા પુષ્ટ્રિ આપી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application