BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા: સેવા સંકલ્પ અભિયાન: સલાયા નગરપાલિકા દ્વારા પ્લસ્ટિક કચરા મુક્તિ અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

  • September 19, 2026 02:40 PM 

દેવભૂમિ દ્વારકા: સેવા સંકલ્પ અભિયાન: સલાયા નગરપાલિકા દ્વારા પ્લસ્ટિક કચરા મુક્તિ અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

સમગ્ર રાજ્યમાં તારીખ ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન "સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યાં છે. આ અભિયાનના ભાગરૂપે પ્લસ્ટિક કચરા મુક્તિ ઝુંબેશ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આવેલ સલાયા નગરપાલિકા દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 

નોંધનીય છે કે પ્લાસ્ટિક મુક્તિ અભિયાન અંતર્ગત પ્લાસ્ટીકથી પર્યાવરણને થતાં નુકસાનથી માહિતગાર કરીને પ્લાસ્ટીકનો વપરાશ ટાળવા, પ્લાસ્ટિક રીડ્યુસ, રિયુઝ અને રિસાયકલ કરવા, પ્લાસ્ટિક કચરો જ્યાં ત્યાં ન ફેંકવા, કચરો ન બાળવા વગેરે બાબતો પર જાગૃત કરવામાં આવ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application