BREAKING NEWS

ખેલે તે ખીલે...: જામનગર-દ્વારકામાં સાંસદ ખેલ મહોત્સવનો કાલે સમાપન સમારોહ

  • December 24, 2025 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન થયેલ હતું. દેશમાં રમતોનો આધારભૂત ઢાંચો મજબુત બને, આપણા ખેલાડીઓનું મનોબળ વધે તેમજ રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરે અને તંદુરસ્ત, સ્વસ્થ જીવનશૈલી વિશે જાગૃત બને તેવા ઉદેશથી સશકત યુવા પેઢીના નિર્માણની દિશામાં પ્રેરક પગલાના ભાગરૂપે ૧૨-જામનગર અને દેવભૂમિ દ્વારકા લોકસભા વિસ્તારના સંસદીય ક્ષેત્રના લોકો માટે હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫’ નું દરેક સ્તરે સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ, જેનો શુભારંભ તા. ૨૯/૮/૨૦૨૫ ના કર્ટેન રેઈઝન કાર્યક્રમ દ્વારા ઓન-લાઈન રજીસ્ટ્રેશન શરૂ થયેલ હતા, ત્યારબાદ પ્રથમ ચરણમાં તા. ૨૩/૯/૨૦૨૫ ના રોજ ઓશવાળ સેન્ટર, જામનગર ખાતેથી આ ખેલ મહોત્સવનો શુભારંભ કરાયેલ હતો. 


ત્યારબાદ દ્વિતીય ચરણના નિર્ણાયક તબકકે તા. ૧૮/૧૨/૨૦૨૫ ના રોજ સમગ્ર સંસદીય ક્ષેત્રના ૫૦૦ થી વધુ સ્થળોએ ગ્રામ્ય અને વોર્ડ કક્ષાની વિવિધ સ્પર્ધાઓનું સુંદર આયોજન થયેલ હતું. આ ખેલ મહોત્સવમાં મહીલા વિભાગમાં ૨૬૭ ટીમો અને પુરૂષ વિભાગમાં ૧૦૭૬ ટીમો મળી કુલ-૧૩૪૩ ટીમોએ ટીમ ઈવેન્ટની સ્પર્ધાઓમાં સફળતાપૂર્વક ભાગ લીધેલ હતો તેમજ બીજી વ્યકિતગત રમતોમાં બહોળી સંખ્યામાં ખેલાડીઓ અને લોકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. આ બીજા ચરણની સ્પર્ધાઓમાં ગ્રામ્ય / વોર્ડ, તાલુકા અને લોકસભા કક્ષાની ત્રિસ્તરીય વિવિધ ક્ધવેશનલ અને ટ્રેડીશનલ રમતો યોજાયેલ જેમાં એથ્લેટીકસ, કુસ્તી, વોલીબોલ, બાસ્કેટબોલ, ખો-ખો, કબડ્ડી, નારગોલ અને સંગીત ખુરશી જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી.


આ સમગ્ર ખેલ મહોત્સવમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન થયેલા ૨,૩૫,૦૦૦ થી વધુ સ્પર્ધકો અને ૬૫,૦૦૦ જેટલા શાળા અને ગ્રામ્ય કક્ષાએ વિધાર્થીઓ-બાળકો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો મળી ત્રણ લાખથી વધુ લોકોએ આ ખેલ મહોત્સવમાં ભાગ લીધેલ હતો. 


"ખેલે તે ખીલે" ની ભાવનાથી જામનગર સાંસદ પૂનમબેન માડમ દ્વારા શરૂ કરાયેલ જામનગર સંસદીય ખેલ મહોત્સવ ખૂબ જ સફળ રહ્યો છે, જેનો ભવ્ય સમાપન સમારોહ તા. ૨૫/૧૨/૨૦૨૫ ના રોજ સમય સવારે : ૯.૩૦ કલાકે પ્રદર્શન ગ્રાઉન્ડ, જામનગર ખાતે વડાપ્રધાનની વર્ચ્યુઅલી ઉપસ્થિતીમાં યોજાયેલ છે, જેમાં ખેલાડીઓ, યુવા ભાઈબહેનો અને નગરજનોએ ઉપસ્થિત રહેવા જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application