BREAKING NEWS

નવરાત્રી ના તહેવાર દરમ્યાન સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શ્રદ્ધાના તાલે ખાખી: જામનગરમાં પોલીસ પણ ગરબે ઘૂમી

  • October 17, 2026 10:28 AM 

નવરાત્રી ના તહેવાર દરમ્યાન સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શ્રદ્ધાના તાલે ખાખી: જામનગરમાં પોલીસ પણ ગરબે ઘૂમી

ખેલૈયાઓની સલામતી માટે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ તૈનાત: પંચેશ્વરટાવર વિસ્તાર ની પ્રાચીન ગાયત્રી ગરબીમાં આયોજકો ના આમંત્રણ થી પીઆઇ વી.એમ.ડોડીયા સહિત સર્વેલન્સ ટીમે ગરબે ઘૂમી માતાજી ની આરાધના કરી.

જામનગર શહેરમાં નવરાત્રીના પાવન પર્વ દરમિયાન ખેલૈયાઓ અને નાગરિકો શાંતિપૂર્ણ તથા સુરક્ષિત માહોલમાં ઉજવણી કરી શકે તે માટે જામનગર પોલીસ સજ્જ બની છે. ગરબા સ્થળો અને આસપાસના વિસ્તારોમાં નાગરિકોને અગવડ ‘ન’ પડે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

જામનગરના સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ વી.એમ.ડોડિયા સહિત સર્વેલન્સ ટીમે પોતાના હદ વિસ્તારમાં સતત હાથ પેટ્રોલિંગ કર્યું હતું. નવરાત્રીની ઉજવણી દરમ્યાન શાંતિ અને સલામતી જાળવવાના હે તુથી ટીમે વિવિધ વિસ્તારોમાં નજર રાખી હતી.​​​​​​​પેટ્રોલિંગ દરમ્યાન સિટી ‘એ’ ડિવિઝન પોલીસ ટીમ પંચેશ્વર વિસ્તારમાં આવેલી પ્રાચીન ગાયત્રી ગરબી મંડળ ખાતે પહોંચી હતી. અહીં આયોજકોએ ટીમનું સ્વાગત કરી ગરબામાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. આમંત્રણને માન આપી પીઆઇ વી.એમ.ડોડીયા તેમની સર્વેલન્સ ટીમ સાથે ગરબે ઘૂમ્યા હતા અને માતાજીની આરાધના કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application