BREAKING NEWS

ચોરાઉ બાઈક સાથે ખોડીયારનગરના શખસને ઝડપી લેતી પ્ર.નગર પોલીસ

  • October 06, 2025 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ બાઈક સાથે શખસને પકડી પાડી પૂછપરછ કરતા બાઈક રેસકોર્સ પાસે અર્વાચીન રાસોત્સવ નજીક ગેઈટ સામે લવગાર્ડનની જાળી પાસેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે ચોરાઉ બાઈક કબજે કરી શખસ સામે કાર્યવાહી કરી હતી.



બાઈક ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, પ્ર.નગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન શંકાસ્પદ બાઈક સાથે શખસને ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની પૂછપરછ કરતા પોતાનું નામ નીરજ ગોરધનભાઈ જાદવ (ઉંવ ૨૧)( રહે ખોડીયાર નગર શેરી નંબર ૦૩,આજી વસાહત) જણાવ્યું હતું. તેની પાસે રહેલ બાઇક અંગે આધાર પુરાવા માંગતા શખસ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. પોલીસે સઘન પૂછપરછ કરતા શખસે બાઈક ચોરાઉ હોવાનું અને સુરભી ગરબીના ગેટ સામે લવ ગાર્ડનની જાળી પાસે રોડ પરથી બાઈક ચોરી કર્યાનું જણાવ્યું હતું. પોલીસે રૂ. ૫૦ હજારની કિંમતનું ચોરાઉ બાઈક કબજે કરી શખસને પકડી ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



પીઆઇ વી.આર.વસાવાની રાહબરી હેઠળ પી.એસ.આઇ. જે.એમ.જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ મયુરરાજસિંહ જાડેજા, જે. એલ.વાવડીયા, પોલીસ કોન્સ્ટેબલ ચાપરાજભાઈ ખવડ, તૌફીકભાઈ મંધરા, તૌફીકભાઈ જૂણાચ, વનરાજભાઈ બોરીચા, રિયાઝભાઈ ભીપૌત્રા, વિરેન્દ્રસિંહ પરમાર, ધર્મેન્દ્રભાઈ મોણપરા સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application