BREAKING NEWS

સચાણામાં હુમલાની ઘટના બાદ પોલીસનું કોમ્બીંગ

  • September 25, 2026 01:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર​​​​​​​ : સચાણામાં હુમલાની ઘટના બાદ પોલીસનું કોમ્બીંગ



જામનગર તાબેના સચાણા ગામના બે ભાઇઓ પર નજીવી બાબતે હિંચકારો હુમલો થયાની ઘટના સામે આવતા ભારે દોડધામ મચી ગઇ હતી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા, શ‚આતમાં એસીડ એટેકની ચર્ચા ઉઠી હતી દરમ્યાનમાં પોલીસે એસીડ એટેકને અફવા ગણાવી હતી બીજી બાજુ આ મામલે ફરીયાદ લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે એ પછી રાત્રીના અલગ અલગ પોલીસ ટુકડીઓ દ્વારા સચાણા ગામમાં કોમ્બીંગ હાથ ધરીને અસામાજીક તત્વોને ચેક કરવા સહિતની સધન કાર્યવાહી કરવામાં આવી હતી.

જામનગર તાલુકાના સચાણા ગામમાં ગઇકાલે બપોર બાદ નજીવી બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વ‚પ ધારણ કર્યુ હતું જેમાં અફસાદ અનવરભાઇ કકકલ (ઉ.વ.૨૧) અને તેના ભાઇ સમીર પર ધોકા-પાઇપથી હુમલો કરવામાં આવતા બંનેને ઇજા પહોચી હતી અને સારવાર માટે જામનગર જી.જી. હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, બનાવના પગલે થોડો સમય તંગદીલી જેવુ વાતાવરણ જોવા મળ્યુ હતું ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ગામ અને હોસ્પીટલ ખાતે દોડી આવ્યો હતો પ્રાથમિક વિગતો જાણી હતી અને ફરીયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

હુમલાની ઘટનાની શ‚આતમાં હોસ્પીટલ ખાતે ઇજાગ્રસ્તોને લાવવામાં આવતા શ‚આતમાં એસીડ એટેક થયાની વાતો વહેતી થઇ હતી એ પછી પોલીસ દ્વારા આ એટેકને નકારવામાં આવ્યો હતો અને અફવા હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યુ હતું.

દરમ્યાન એસપી ડો. રવિ મોહન સૈની દ્વારા સચાણા ગામમાં કોમ્બીંગ કરી અસામાજીક તત્વો ચેક કરવા કાર્યવાહીની સુચના આપવામાં આવી હતી. જેના આધારે નાયબ પોલીસ અધીક્ષક અને પંચ-એ પીઆઇ આઇ.એ. ધાસુરા, એલસીબી પીએસઆઇ એમ.વી. ભાટીયા, એસઓજી પીએસઆઇ એલ.એમ. ઝેર, એલસીબી-એસઓજી સ્ટાફ અને પંચકોશી-એ તથા જોડીયાનો પોલીસ સ્ટાફ દ્વારા સચાણા ગામમાં કોમ્બીંગ કરવામાં આવ્યુ હતું. 

કોમ્બીંગ કાર્યવાહી દરમ્યાન એચ.એસ.ચેક-બે, એમસીઆર ચેક-૬, શરીર સબંધી ગુનાના ચેક કરાયેલ ૪ આરોપી, એનડીપીએસનો ૧ આરોપી ચેક અને ૪ વાહન ડીટેઇન કરાયા હતા. અલગ અલગ ટુકડીઓ દ્વારા સધન ચેકીંગ કાર્યવાહી દરમ્યાન ઉપરોકત ઇસમો વિરુઘ્ધ કાર્યવાહી કરતા ચકચાર મચી હતી. બનાવ સબંધે ફરીયાદ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application