BREAKING NEWS

જામનગર: ગોકુલનગર વિસ્તારમાંથી સગીરાનું અપહરણ થયાની પોલીસ ફરિયાદ 

  • May 27, 2026 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ગોકુલનગર વિસ્તારમાંથી સગીરાનું અપહરણ થયાની પોલીસ ફરિયાદ 

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગોકૂલનગર વિસ્તારમાં રહેતી સગીરાનું અપહરણ થયાનો મામલો પોલીસમાં પહોચ્યો છે અને એક શખ્સ સામે શંકા દર્શાવવામાં આવતા મોબાઇલ નંબરના આધારે આ દીશામાં તપાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

જાણવા મળ્યા મુજબ પાંચ દિવસ પહેલાં સગીરા અચાનક ઘરેથી લાપતા બની ગઈ હતી. આસપાસ શોધખોળ હાથ ધર્યા છતાં કોઈ પત્તો ન મળતા આખરે મંગેતરના કુટુંબિક કાકા દ્વારા સગીરાને ભગાડી જવામાં આવી હોવાની શંકા સાથે સીટી-સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરિયાદના આધારે પોલીસે શંકાસ્પ્દ આરોપીની શોધખોળ શરૂ કરી છે. મોબાઈલ ફોનની વિગતો, સામાજિક માધ્યમો પરના સંપર્કો તેમજ સંભવિત સ્થળોના આધારે પોલીસ ટીમો તપાસમાં લાગી હોવાનું જાણવા મળે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી યુવાન સગીરાને જામનગરમાંથી લઈ ગયો હોવાની દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News