BREAKING NEWS

જામનગર​​​​​​​ : લાલપુરમાં નિવૃત વિજકર્મીની હત્યામાં જુદી જુદી કડીઓ જોડવા પોલીસની કવાયત

  • October 14, 2026 04:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર​​​​​​​ : ​​​​​​​લાલપુરમાં નિવૃત વિજકર્મીની હત્યામાં જુદી જુદી કડીઓ જોડવા પોલીસની કવાયત



જામનગર​​​​​​​ : લાલપુરના પારેખ બાગ રોડ પર એક મકાનમાંથી નિવૃત વિજકર્મચારીનો હત્યા કરેલો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી, આ મામલે ઘરે કચરો-પોતા કરવા આવતી સગીરા અને એક શખ્સ તથા અજાણ્યા સામે શંકા દર્શાવતી ફરીયાદ નોંધાવવામાં આવી હતી, રોકડ અને દાગીના લઇ ગયાનો પણ ફરીયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. લાલપુર અને એલસીબીની ટુકડી આ મામલે સધન તપાસ ચલાવી રહી છે, હત્યા પાછળનું ચોકકસ કારણ શોધવા જુદી જુદી કડીઓ જોડવા પોલીસ રાત ઉજાગરા કરી રહી છે, બીજી બાજુ આ પ્રકરણમાં નવો વર્ણાકની પણ આશંકા સેવવામાં આવી રહી છે, સગીરા સાથેના કથિત સબંધોની દિશામાં પણ પોલીસ તપાસ ચલાવી રહી છે, હાલ મુખ્ય આરોપી સકંજામાં આવ્યા બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે.

લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત કર્મચારી મનસુખ રામજીભાઇ વાછાણીની ઘરમાં ઘાતકી હત્યા કરવામાં આવી હોવાના બનાવમાં મૃતકના ભાઇ દ્વારા ફરીયાદ નોંધાવવામાં આવી છે જેમાં શકદારના નામ આપવામાં આવ્યા છે અને ઘરમાંથી લુંટ કરી હોવાની પણ વિગત જણાવવામાં આવી છે, બનાવની તપાસ માટે અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી છે, પૈસાની બાબત કે અન્ય કોઇ એ અંગે પણ તપાસ ચાલી રહી છે, શકદાર સગીરા ત્રણેક મહિનાથી કામ કાજ માટે આવતી હતી જો કે મૃતક અને સગીરા વચ્ચેના કથિત સબંધો અને બનાવ સમયે તેની હાજરી બાબતની વિગતો તપાસમાં આવરી લેવામાં આવી છે અને આ દિશામાં પોલીસે કવાયત આદરી છે.

પોલીસની એક ટીમ બહારગામ તપાસ ચલાવી રહી છે, સ્થાનીક પોલીસ દ્વારા કેટલાકની પુછપરછ કરવામાં આવી હતી, હત્યામાં કયા હથિયારનો ઉપયોગ થયો, કેવા સંજોગોમાં હુમલો કરાયો, કેટલા ‚પીયા કે દાગીના લઇ જવામાં આવ્યા અને ખાસ તો હત્યા પાછળનું ચોકકસ કારણ શું ? આ ઉપરાંત ફરીયાદમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે થોડા સમય પહેલા મૃતકે બેન્કમાંથી પૈસા ઉપાડયા હતા, તેઓ ઘરમાં રોકડ રાખતા હતા તેમજ એવી પણ વિગત નોંધાવવામાં આવી હતી કે શકાદરે અગાઉ મનસુખભાઇ પાસેથી ‚પીયા પડાવ્યા હતા, આ તમામ પાસાઓ પોલીસ દ્વારા ચકાસવામાં આવી રહયા છે, એટલે કે જુદી જુદી કડીઓ જોડવા માટે પોલીસ કામે લાગી છે.

આ પ્રકરણમાં શકદાર આરોપી અક્ષય મળી આવ્યા બાદ વધુ કેટલીક ચોંકાવનારી વિગતો ખુલવાની શકયતા રહેલી છે, પોલીસ તેની શોધખોળ કરી રહી છે, આરોપી પકડાયા બાદ તેની પુછપરછ અંગે વધુ સ્પષ્ટતા થશે, હાલ ઘટના સ્થળેથી મળી આવેલા પુરાવાઓ અને ફરીયાદમાં દર્શાવેલી વિગતોના આધારે તપાસનો ધમધમાટ ચાલી રહયો છે. હાલ અલગ અલગ થિયેરીઓ આવરી લઇને સાચુ કારણ જાણવા તેમજ અન્ય કોઇની સંડોવણી બાબતે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તપાસ પુર્ણ થયા બાદ હત્યા પાછળનો હેતુ અને સંડોવાયેલ વ્યકિતઓની ભુમિકાઓ સ્પષ્ટ થશે તેમ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application