BREAKING NEWS

ખંભાળિયાના ભાણ ખોખરી ગામે જુગારના અખાડા પર પોલીસનો દરોડો: ૭ આરોપીઓ રૂ. ૫ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયા

  • August 10, 2026 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાના ભાણ ખોખરી ગામે જુગારના અખાડા પર પોલીસનો દરોડો: ૭ આરોપીઓ રૂ. ૫ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં પોલીસે જુગારધામ પર મોટી કાર્યવાહી કરીને ૭ શખ્સોને પકડી પાડ્યા છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય, જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા તથા નાયબ પોલીસ અધિક્ષક મીત રુદલાલ દ્વારા પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા આપવામાં આવેલી કડક સૂચનાઓના પગલે ખંભાળિયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એન.એચ. જોષી, પી.આઈ. સી.આરી. રાણા અને પી.એસ.આઈ. વી.આર. વસાવા સહિત સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા.

દરમિયાન બાતમીદાર અરજણભાઈ આંબલીયા, હેમતભાઈ નંદાણીયા અને જેઠાભાઈ પરમારને મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસે ભાણ ખોખરી ગામની ખોખરી વાળી સીમમાં રહેતા ધરણાત આલાભાઈ ચુડાસમાના મકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં મકાનમાં ચાલતા જુગારના અખાડામાંથી જુગાર રમતા ૭ આરોપીઓ મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૨,૦૫,૩૦૦/-, ૬ નંગ મોબાઈલ ફોન (કિંમત રૂ. ૨૫,૫૦૦/-), ૪ નંગ મોટરસાયકલ (કિંમત રૂ. ૧,૨૦,૦૦૦/-) અને એક ઈકો કાર (કિંમત રૂ. ૧,૫૦,૦૦૦/-) મળી કુલ રૂ. ૫,૦૦,૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસની ગિરફ્તમાં આવેલા આરોપીઓમાં ધરણાતભાઈ આલાભાઈ ચુડાસમા (રહે. ભાણ ખોખરી), મનોજ ઉર્ફે વિજયભાઈ મોહનભાઈ સોનગરા (રહે. ગુંદમોરા), રિછાભાઈ ગગાભાઈ પિંડારીયા (રહે. ભાણ ખોખરી), લખમણભાઈ દેવશીભાઈ પિંડારીયા (રહે. લાલુકા), અસ્વીનભાઈ ડાડુભાઈ કરમુર (રહે. જુના તથીયા), કરશનભાઈ ખીમાભાઈ આંબલીયા (રહે. ભાણ ખોખરી) અને કરશન કચરા કરમુર (રહે. જુના તથીયા)નો સમાવેશ થાય છે. આ કામગીરી બદલ પો.હેડ.કોન્સ. કાનાભાઈ લુણા દ્વારા ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application