જામનગર: જોગવડ સીમમાં જુગારના અખાડા પર રેન્જ ટીમનો દરોડો : ૧૦ ઝબ્બે
૨.૩૩ લાખની રોકડ સહિત ૧૫.૬૩ લાખનો મુદામાલ કબ્જે :પાણાખાણ, ગીરધારી મંદિર પાછળ, ઉધોગ આવાસ, ધરારનગરમાં દરોડા : મહિલાઓ સહિત કુલ ૩૨ની અટકાયત
જામનગર શહેર, જીલ્લામાં શ્રાવણીયા જુગાર અંગે વધુ પાંચ સ્થળે પોલીસે દરોડા પાડયા હતા, મહિલાઓ સહિત ૩૨ જુગારીઓને લાખોના મુદામાલ સાથે પકડી લેવામાં આવ્યા છે, જોગવડ સીમમાં રાજકોટ રેન્જની ટીમ ત્રાટકી હતી અને સંચાલક સહિત ૧૦ ખેલંદાઓને ૨.૩૩ લાખની રોકડ, વાહન, મોબાઇલ સહિત ૧૫.૬૩ લાખના મુદામાલ સાથે દબોચી લીધા હતા, આ ઉપરાંત ગીરધારી મંદિર પાછળ જાહેરમાં, ધરારનગર, પાણાખાણ અને એમપી શાહ ઉધોગ આવાસ પાસે દરોડા પાડવામાં આવ્યા હતા.
લાલપુરના જોગવડ સીમમાં સુમાત ગોજીયાએ પોતાના ભોગવટાની વાડીએ બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી ગંજીપતા વડે જુગારનો અખાડો ચલાવતો હોવાની બાતમીના આધારે રાજકોટ રેન્જની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.
રેન્જ ટીમના દરોડા દરમ્યાન જુગાર રમતા મુળ કલ્યાણપુરના પટેલકા ગામના વતની અને હાલ જોગવડમાં રહેતા સંચાલક સુમાત દેશુર ગોજીયા ઉપરાંત શહેરના સાંઢીયા પુલ પાસે સરદારનગર-૬માં રહેતા નિલેન હસમુખ વાઘેલા, નરેશ રામદે બંધીયા, દ્વારકેશ સોસાયટીના પિયુષ કા બડીયાવદરા, ગોકુલનગરના જયદીપ મગન રામાવત, દરેડ ખોડીયારનગરના રાજેશ કરશન કરંગીયા, નાઘેડી માધવ સોસાયટીના વલ્લભ હરદાસ કરમુર, દરેડ ખોડીયારનગરના ભરત કરશન કરંગીયા, નવાગામ ઘેડના ઉમેદસિંહ ભોજુભા ચુડાસમા અને નાઘેડી માધવગ્રીન ખાતે રહેતા વેપાર કરતા પાલા પીઠા કરમુર નામના શખ્સોને દબોચી લીધા હતા.
તેમની પાસેથી રોકડા ૨.૩૩.૭૦૦, ગંજીપતા, બે મોટરસાયકલ, બે કાર અને ૯ મોબાઇલ મળી કુલ ૧૫.૬૩.૭૦૦નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો દરોડાના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રાવણ મહિના દરમ્યાન રેન્જ ટીમ દ્વારા જુગાર અંગે ત્રીજો મોટો દરોડો પાડવામાં આવ્યો હતો.
બીજા દરોડામાં જામનગરના ગીરધારી મંદિરની પાછળના ભાગે માણેકવાળી શેરી પાસે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા અહીં રહેતા દિપીકાબેન કલ્પેશ પરમાર, વિલાસબેન ભરત જેઠવા, પલબેન ચેતન કહેર, ઉષાબેન સુરેશ જેઠવા, કલ્પનાબેન પારસ પરમાર, ભારતીબેન મહેન્દ્ર બોડા અને હંસાબેન જેન્તીલાલ જેઠવાની અટકાયત કરી રોકડા ૪૨૮૦ અને ગંજીપતા સીટી-એ પોલીસે જપ્ત કર્યા હતા.
ત્રીજા દરોડામાં શહેરના ધરારનગર-૧ વિસ્તારમાં ગોળ કુંડાળુ વાળીને તિનપતીનો જુગાર રમતા અને આ વિસ્તારમાં રહેતા હનીફ જુમા સમા, હનીફ મામદ કાયાણી, જયેશ જયંતી રોરીયા, મોસીન અલીમામદ બ્લોચ અને ફાક કાસમ સંધીને રોકડા ૧૨૦૨૦ અને ગંજીપતા સાથે સીટી-બી પોલીસે પકડી લીધા હતા.
અન્ય દરોડામાં શહેરના ગરીબનગર પાણાખાણ કોળી વાસ પાસે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા માધાપર ભુંગાના અવિનાશ વિજય માલકીયા, પાણાખાણના અશોક વાલજી સોલંકી, દ્વારકાના જલારામ સોસાયટીના વિપુલ વાલજી સોલંકી, પાણાખાણના હાર્દિક બટુક સોલંકીને રોકડા ૧૪૫૪૦ અને ગંજીપતા સાથે પકડી લીધા હતા, જયારે પાણાખાણનો હિતેશ વાલજી સોલંકી નાશી ગયો હતો.
આ ઉપરાંત જામનગરના એમ.પી. શાહ ઉધોગ સંતકબિર આવાસ વિંગ-બી પાસે જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમતા આવાસમાં રહેતા કનકસિંહ વિજયસિંહ જાડેજા, સીમાબેન નિલેશ સોની, પ્રફુલાબા મેઘરાજસિંહ જાડેજા, હેતલબેન ભાવેશ કિપલાણી, એકતાબેન બિપીન મુછડીયા અને વીણાબેન નરેશ દુધરેચીયાની અટક કરી રોકડા ૩ હજાર અને ગંજીફો જપ્ત કર્યો હતો.