BREAKING NEWS

જામનગરની સાધના કોલોનીમાં મકાનમાં ધમધમતી ઘોડી પાસાની કલબ ઝડપાઇ

  • May 29, 2026 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની સાધના કોલોનીમાં મકાનમાં ધમધમતી ઘોડી પાસાની કલબ ઝડપાઇ 

૨૨ શખ્સો પકડાયા, રોકડ, મોબાઇલ સહિત રૂ. ૨.૧૧ લાખનો મુદામાલ કબ્જે 

હાઉસીંગ બોર્ડના નવા આવાસમાં પોલીસે દરોડા પાડી જુગારનો અખાડો પકડી પાડયો 

જામનગરમાં સાધના કોલોનીમાં હાઉસીંગ બોર્ડના નવા આવાસમાં પોલીસે દરોડો પાડી રહેણાંક મકાનમાં ધમધમતી ઘોડી પાસાની કલબ પકડી પાડતા ભારે ચકચાર જાગી છે. પોલીસે આ કલબમાં જુગાર રમતા ૨૨ શખ્સોને ઝડપી રોકડ અને મોબાઇલ સહિત રૂ​​​​​​​.૨.૧૧ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. પોલીસે ઘોડી પાસાની કલબ ચલાવનાર અનવર અને જુગાર રમતા પકડાયેલા તમામ શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. 

શહેરભરમાં ચકચાર જગાવનાર બનાવની પોલીસમાંથી મળતી વિગત અનુસાર સાધના કોલોનીમાં આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડના નવા આવાસમાં એ વીંગમાં રૂ​​​​​​​મ નં.૮માં રહેતા અનવર વલીમામદ ગોધાવીયા પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં બહારથી શખ્સોને બોલાવી પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી ઘોડી પાસાનો જુગાર રમાડતો હોવાની બાતમી સીટી એ પોલીસની સર્વેસ્લસ સ્કવોડને મળી હતી. જેના આધારે સીટી એ પોલીસે ગઇકાલે અનવર ગોધાવીયાના મકાન પર દરોડો પાડયો હતો. આ દરમ્યાન મકાનમાં ઘોડી પાસાનો જુગાર રમતા મેહબુબ સતારભાઇ ચુડાસમા, અબ્દુલ વલીમામદ ગોધાવીયા, જાકીર હુશેનભાઇ ગોધાવીયા, રફીક યુનુશભાઇ ગોધાવીયા, આરીફ યુરુસભાઇ ગોધાવીયા, તોસીફ ગફારભાઇ પીઠડીયા, સત્તાર અલ્લારખાભાઇ આંબલીયા, જાવીદ જુસબભાઇ આંબલીયા, સકીલ ઇકબાલભાઇ આંબલીયા, જાહીદ ઉંમરભાઇ ગોધાવીયા, અવેશ ફારુકભાઇ ઓડીયા, અનીશ ઇકબાલભાઇ આંબલીયા, સમીર યુસુફભાઇ રીંગણીયા, સાજીદ યુનુશભાઇ ગોધાવીયા, મોસીન અલીભાઇ શેખ, મોઇનુદિન હુસેનભાઇ આંબલીયા, ઇકબાલ ઉંમરભાઇ ગોધાવીયા, અદનાન રફીકભાલ ઓડીયા, મહેબુબ હનીફભાઇ ડાકોરા, અલ્તાફ સતારભાલ આંબલીયા અને નદીમ વલીમામદ આંબલીયા(રે. તમામ જામનગર)ને રંગે હાથ પકડી પાડયા હતા પોલીસે દરોયા દરમ્યાન રોકડા રૂ​​​​​​​પિયા ૮૭૫૦૦ તથા ૨૦ મોબાઇલ કિંમત રૂ​​​​​​​.૧,૨૩,૫૦૦ મળી કુલ રૂ​​​​​​​.૨,૧૧,૦૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. આટલુ જ નહી પોલીસે ઘોડી પાસાની કલબ ચલાવનાર અનવર અને જુગાર રમતા પકડાયેલા તમામ શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં રહેણાંક મકાનમાંથી ઘોડી પાસાની કલબ ઝડપાતા ચકચાર જાગી છે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News