BREAKING NEWS

જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્કમાં પોલીસ ટીમ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેશ પત્રિકા વિતરણ

  • June 01, 2026 04:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્કમાં પોલીસ ટીમ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેશ પત્રિકા વિતરણ

સાઈબર ક્રાઈમ અટકાવવા તથા નશાકારક દ્રવ્યોથી થતા નુકશાન વિશે નગરજનોને કરાયા માહિતગાર

જામનગરમાં સાયબર ક્રાઈમ અટકાવવા તથા નશાકારક પદાર્થોથી થતા નુકશાન અંગે એસઓજી ટીમ તથા સાઇબર ક્રાઈમ પોલીસ ટીમ દ્વારા શહેરના એમ્યુઝમેન્ટ પાર્કમાં પત્રિકા વિતરણ કરી લોકોને માહિતગાર કરાયા હતા.

પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, નિર્લિપ્ત રાય તથા જામનગર પોલીસ વડા ડો.રવિ મોહન સૈનીએ ક્રાઇમ કોન્ફરન્સ દરમ્યાન આપેલ માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, જામનગર દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેશ તથા સ્પેશયલ ઓપરેશન ગ્રુપ દ્રારા ગઉઙજ, નાર્કોટ્રીક્સ, ડ્રગ્સ અંગેના અવેરનેશ માટે તા.૨૮-૦૫-૨૦૨૬ ના એમ્યુઝમેંટ પાર્ક જામનગર ખાતે અવેરનેશ અંગેના ૪૦૦ પેમ્પેલેટનુ વિતરણ કરવામાં આવેલ હતું. આ ક્રાર્યક્રમનું સફળ આયોજન ઇ.પો.ઇન્સ. એન.બી.ડાભી, ઇ.પો.ઇન્સ. વી.બી.ચૌધરી તથા પો.સ.ઇન્સ. એચ.કે.ઝાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે.

આ સેમીનારમાં જામનગરના એમ્યુઝમેંટ પાર્ક ખાતેના ૪૦૦ લોકોને વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ જેવા કે, વીશીંગ કોલ, ફીશીંગ કોલ, ફેક શોપીંગ વેબસાઇટ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ,ડિજિટલ અરેસ્ટ સ્કેમ વિગેરે સાયબર ફ્રોડ વિશે માહીતગાર કરવા માટે સાયબર અવેરનેશ અંગેના ૪૦૦ પેમ્પલેટનુ વિતરણ કરવામાં આવેલ.સ્પેશયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગાંજો, અફીણ, ચરસ વિગેરે નશાકારક કેફી દ્રવ્યનુ સેવનથી થતા નુકશાન અને તેનાથી વ્યક્તિ તથા સમાજને થતા નુકશાન બાબતે તેમજ નશાકારક દ્રવ્યથી દુર રહેવા બાબતે તેમજ આજુબાજુ વિસ્તારમાં આવા એન.ડી.પી.એસ ડ્રગ્સનુ થતુ વેચાણ સંબંતે તુરત જ એસઓજી તેમજ એનડીપીએસ હેલ્પ લાઇન નંબર ૧૯૩૩ ઉપર માહીતી પ્રદાન કરવા અને આ ડ્રગ્સ દુષણને સંપુર્ણ નાબુત કરવાની ગુજરાત સરકારની મોહીમમા જોડાવવા અનુરોધ તથા જરૂરી માર્ગદર્શન સુચના આપવામાં આવેલ હતી.

આ ક્રાર્યક્રમનું પ્રેઝન્ટેશન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. એચ.કે.ઝાલા, હેડ કોન્સટેબલ ફુલદિપસિહ વી.જાડેજા, પો.કો.હિરલબેન દવે અને પો.કો.ભાવિશાબેન વસરા તથા સ્પેશયલ ગ્રુપ ઓફ ઓપરેશનના પો.કોન્સ.કુલદિપસિંહ સોઢા અને પો. કોન્સ. લાલજીભાઇ રાતડિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News